Jamnagar Suresh Farsan Food : જામનગરમાં ચવાણામાં તળાયેલી ગરોળી મળી હોવાની ફરિયાદ, મનપાની કાર્યવાહી બાદ સુરેશ ફરસાણ 3 દિવસ બંધ માટે બંધ કરાયું


Jamnagar Suresh Farsan Food જામનગરમાં ચવાણાના પેકેટમાં તળાયેલી ગરોળી મળી
Jamnagar Suresh Farsan Food : જામનગરમાં ચવાણામાં તળાયેલી ગરોળી મળી હોવાની ફરિયાદ, મનપાની કાર્યવાહી બાદ સુરેશ ફરસાણ 3 દિવસ બંધ માટે બંધ કરાયું


Jamnagar Suresh Farsan Food જામનગરમાં ચવાણાના પેકેટમાં તળાયેલી ગરોળી મળી
Jamnagar Suresh Farsan Food : શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાનમાંથી ખરીદેલા ચવાણાના પેકેટમાં તળાયેલી ગરોળી મળી આવ્યાની ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખરાબ તેલ અને સ્વચ્છતાને લગતી ક્ષતિઓ સામે આવતાં દુકાનને ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, એક ગ્રાહકે નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. ગ્રાહકના જણાવ્યા અનુસાર, અડધું ચવાણું ખાધા બાદ પેકેટમાં તળાયેલી ગરોળી જોવા મળી હતી. આ ઘટના સામે આવતાં ગ્રાહકે દુકાન સામે ફરિયાદ કરી હતી. ખાદ્યપદાર્થમાં આવી વસ્તુ મળી આવ્યાની ફરિયાદથી વિસ્તારમાં ચર્ચા અને ચકચાર મચી હતી.
મનપાની ટીમે હાથધરી તપાસ
ગ્રાહકની ફરિયાદના આધારે મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમે દુકાન પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ઉપયોગમાં લેવાતા તેલની ગુણવત્તા ખરાબ હોવાનું અધિકારીઓ દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત સ્વચ્છતાને લગતી કેટલીક ક્ષતિઓ પણ ધ્યાનમાં આવી હતી. ફૂડ શાખાની ટીમે દુકાનમાંથી ખાદ્યચીજો અને તેલના નમૂના એકત્રિત કર્યા હતા. સાથે જ રસોડાની બારીઓમાં જાળી લગાવવા સહિત જરૂરી સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
મહત્ત્વની વાત એ છે કે, ફૂડ અધિકારીના જણાવ્યા મુજબ, આ પેઢીને અગાઉ પણ સ્વચ્છતા અને અન્ય ક્ષતિઓના મામલે રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ છતાં જરૂરી સુધારો ન થયો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દુકાન ત્રણ દિવસ માટે બંધ કરાવી કોર્પોરેશને
આથી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કડક કાર્યવાહી કરતાં સુરેશ ફરસાણ એન્ડ સ્વીટની દુકાન ત્રણ દિવસ માટે બંધ કરાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જરૂરી સુધારાઓ પૂર્ણ કર્યા બાદ અને સંબંધિત મંજૂરી મળ્યા પછી જ દુકાન ફરી શરૂ કરી શકાશે.
આ ઘટનાએ શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને દુકાનોમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી અંગે ફરી ચર્ચા જગાવી છે. ગ્રાહકોના આરોગ્ય સાથે જોડાયેલા આવા મામલાઓમાં ફૂડ વિભાગ દ્વારા નિયમિત તપાસ અને યોગ્ય કાર્યવાહી જરૂરી બની છે. જોકે, ચવાણાના પેકેટમાં ગરોળી હોવાની ગ્રાહકની ફરિયાદ અંગે નમૂનાઓની તપાસ અને સત્તાવાર નિષ્કર્ષ સામે આવ્યા બાદ જ સમગ્ર મામલાની વધુ સ્પષ્ટતા થશે.




