Ankleshwar News: અંકલેશ્વરની આશીર્વાદ બેકરીમાં ફૂડ વિભાગના દરોડા: ખારી બિસ્કિટ ખાધા બાદ બાળકની તબિયત લથડી



Ankleshwar Ashirwad Bakery Food Safety
Ankleshwar News: અંકલેશ્વરની આશીર્વાદ બેકરીમાં ફૂડ વિભાગના દરોડા: ખારી બિસ્કિટ ખાધા બાદ બાળકની તબિયત લથડી



Ankleshwar Ashirwad Bakery Food Safety
Ankleshwar Ashirwad Bakery Food Safety: અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલી આશીર્વાદ બેકરીમાંથી ખરીદવામાં આવેલા ખારી બિસ્કિટમાંથી જીવતી ઈયળ મળી આવતાં ચકચાર મચી છે. આ બિસ્કિટ ખાધા બાદ એક માસૂમ બાળકની તબિયત અચાનક લથડી હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબી તપાસમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું સામે આવ્યું હોવાનો પરિવારનો દાવો છે. ઘટનાની ગંભીરતાને પગલે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે આશીર્વાદ બેકરી પર દરોડો પાડી તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ ખારી બિસ્કિટ સહિત વિવિધ ખાદ્યસામગ્રીના સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે સીલ કર્યા છે.

બિસ્કિટ ખાધા બાદ બાળકની તબિયત લથડી
મળતી માહિતી મુજબ વાગરાના રહેવાસી એક પરિવાર દ્વારા અંકલેશ્વર-વાલિયા ચોકડી નજીક આવેલી આશીર્વાદ બેકરીમાંથી ખારી બિસ્કિટ ખરીદવામાં આવ્યા હતા. ઘરે લઈ ગયા બાદ બાળકે આ બિસ્કિટ ખાધા હતા. ત્યારબાદ તેને અચાનક ઉલટીઓ સહિતની તકલીફો શરૂ થતાં તબિયત લથડી હતી. બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં કરવામાં આવેલી તપાસમાં બાળકને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું હતું.

પેકેટ ખોલતાં જીવતી ઈયળ મળી
બાળકની તબિયત બગડ્યા બાદ પરિવારજનોએ બિસ્કિટના પેકેટની તપાસ કરી હતી. આ દરમિયાન બિસ્કિટમાંથી જીવતી ઈયળ મળી આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બાળકના પિતાએ ઈયળવાળા બિસ્કિટને પુરાવા તરીકે સાચવી રાખી આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી.

ફરિયાદ મળતાં જ ફૂડ વિભાગની ટીમ પહોંચી
ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અંકલેશ્વરની આશીર્વાદ બેકરી ખાતે તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ બેકરીમાંથી ખારી બિસ્કિટ સહિત અન્ય ખાદ્યસામગ્રીના સેમ્પલ એકત્ર કર્યા હતા. તમામ સેમ્પલને જરૂરી કાર્યવાહી બાદ લેબોરેટરી પરીક્ષણ માટે સીલ કરવામાં આવ્યા છે. હવે લેબોરેટરી રિપોર્ટમાં ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ અથવા દૂષિતતા છે કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થશે.
લેબ રિપોર્ટ બાદ કડક કાર્યવાહી થશે
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમો મુજબ બેકરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સામે આવતા ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને બેકરીમાં સ્વચ્છતા તથા સ્ટોરેજની વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે. ખાસ કરીને બાળકો દ્વારા ખાવામાં આવતી ખાદ્યસામગ્રીમાં આવી ગંભીર બેદરકારી સામે આવે તો તે ગ્રાહકોના આરોગ્ય માટે ચિંતાજનક બાબત બની શકે છે. હાલ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ અને લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



