GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં 88,626 ટિકિટોનું ઐતિહાસિક એડવાન્સ બુકિંગ નોંધાયું



GSRTC
GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં 88,626 ટિકિટોનું ઐતિહાસિક એડવાન્સ બુકિંગ નોંધાયું



GSRTC
GSRTC : મુસાફરો હવે બસ સ્ટેન્ડ પર લાંબી લાઈનમાં ઊભા રહેવાને બદલે પોતાના મોબાઇલ ફોનથી જ ટિકિટ બુક કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ વધતા ડિજિટલ વિશ્વાસ વચ્ચે GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં 88,626 એડવાન્સ ટિકિટ બુકિંગનો ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો છે.
GSRTC એપ પર એક દિવસમાં 88 હજારથી વધુ એડવાન્સ બુકિંગ
26 ઓગસ્ટ 2026ના રોજ સમગ્ર દિવસ દરમિયાન GSRTC મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી કુલ 88,626 મુસાફરોએ પોતાની મુસાફરી માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી. GSRTCના ઇતિહાસમાં મોબાઇલ એપ મારફતે એક જ દિવસમાં નોંધાયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ છે.
આ અગાઉ 4 નવેમ્બર 2024ના રોજ મોબાઇલ એપ દ્વારા 85,247 ટિકિટનું બુકિંગ નોંધાયું હતું. જ્યારે 25 ઓક્ટોબર 2025ના રોજ 85,205 ટિકિટનું બુકિંગ થયું હતું. હવે 88,626 બુકિંગ સાથે અગાઉના બંને રેકોર્ડને પાછળ છોડી નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.
GSRTCની એપ બની મુસાફરોની પસંદ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘GSRTC Ticket Booking’ એપની મદદથી મુસાફરો ઘરે બેઠા બસની ટિકિટ બુક કરી શકે છે. આ ઉપરાંત બસ ક્યાં પહોંચી છે અને તેના ચોક્કસ સમય-લોકેશનની માહિતી મેળવવા માટે ‘GSRTC Track Live’ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.
‘બુક સ્માર્ટ, ટ્રાવેલ ઇઝી’ના મંત્ર સાથે મુસાફરો ડિજિટલ પ્લેટફોર્મ તરફ ઝડપથી વળી રહ્યા છે. ખાસ કરીને એડવાન્સ બુકિંગની સુવિધાના કારણે મુસાફરોને મુસાફરીનું અગાઉથી આયોજન કરવામાં સરળતા રહે છે.
બસ ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સલામત મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર અને GSRTC દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડિજિટલ સેવાઓનો વધતો ઉપયોગ આ પ્રયાસોને મળેલા પ્રતિસાદ તરીકે જોવામાં આવી રહ્યો છે. 88,626 એડવાન્સ બુકિંગનો આંકડો માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ ગુજરાતના મુસાફરોમાં ડિજિટલ પરિવહન સેવાઓ પ્રત્યે વધતા વિશ્વાસનું પણ પ્રતિબિંબ છે. આવનારા સમયમાં વધુ મુસાફરો મોબાઇલ આધારિત બુકિંગ અને ટ્રેકિંગ જેવી સેવાઓનો ઉપયોગ કરે તેવી શક્યતા છે.
View post on Instagram

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



