Get News Alerts

Never miss breaking news updates.

UHM Amit Shah Gujarat Visit : અમિત શાહનું ગુજરાત આગમન, એરપોર્ટ પર Dycm હર્ષ સંઘવી સહિત આગેવાનોએ કર્યું સ્વાગત

UHM Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. 27થી 29 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 27 Aug 2026 09:03 AM IST
UHM Amit Shah Gujarat Visit : અમિત શાહનું ગુજરાત આગમન, એરપોર્ટ પર Dycm હર્ષ સંઘવી સહિત આગેવાનોએ કર્યું સ્વાગતUHM Amit Shah Gujarat Visit : અમિત શાહનું ગુજરાત આગમન, એરપોર્ટ પર Dycm હર્ષ સંઘવી સહિત આગેવાનોએ કર્યું સ્વાગત

UHM Amit Shah Gujarat Visit

UHM Amit Shah Gujarat Visit : અમદાવાદ એરપોર્ટ પર આગમન થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ભાજપના આગેવાનો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિતભાઈ ઠાકર, અમદાવાદના મેયર હિતેશભાઈ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધારીમાં લોકાર્પણ અને અમદાવાદમાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાવાનો છે. ધારીમાં તેઓ ગુજરાત ગૌરવ સંકુલનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને લઈને સ્થાનિક સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે. અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત અમદાવાદમાં અમિત શાહ ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. શૈક્ષણિક ક્ષેત્રના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તેઓ વિદ્યાર્થીઓ અને સંસ્થાના અગ્રણીઓ સાથે જોડાશે. દીક્ષાંત સમારોહ દરમિયાન અમિત શાહ વિદ્યાર્થીઓને સંબોધન કરે તેવી પણ શક્યતા છે.

ગુજરાત ભાજપ સંગઠન માટે પણ પ્રવાસ બન્યો મહત્વનો

અમિત શાહના પ્રવાસમાં ઘાટલોડિયા ખાતે યોજાનારા જનતા દરબારને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. 27 ઓગસ્ટની રાત્રે યોજાનારા આ કાર્યક્રમમાં તેઓ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરશે અને વિવિધ મુદ્દાઓ અંગે સંવાદ કરશે. જનતા દરબાર દરમિયાન લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆતો સીધી રીતે રજૂ કરી શકે છે.

ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાની સાથે સ્થાનિક નેતાઓ અને ભાજપના કાર્યકરો સાથે પણ મુલાકાત કરશે. તેમના પ્રવાસને પગલે ભાજપ સંગઠનમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધારીમાં ગુજરાત ગૌરવ સંકુલનું કરશે લોકાર્પણ

ધારીમાં ગુજરાત ગૌરવ સંકુલનું લોકાર્પણ, ગુજરાત વિદ્યાપીઠનો દીક્ષાંત સમારોહ અને ઘાટલોડિયાનો જનતા દરબાર, અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન આ ત્રણ કાર્યક્રમો મુખ્ય આકર્ષણ બની રહ્યા છે. ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ દિલ્હી પરત ફરશે. તેમના ગુજરાત પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને પગલે રાજ્યના રાજકીય અને સંગઠનાત્મક સ્તરે પણ આ પ્રવાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Dahod માં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2160 બોટલ સાથે રૂ.6.39 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.