Gandhinagar News: SMVS હોસ્પિટલમાં મહિલા કર્મચારીની બેગમાંથી નીકળ્યો ઝેરી કાળોતરો સાપ, પ્રદીપ સોલંકીએ સાવચેતીપૂર્વક કર્યું રેસ્ક્યૂ

Gandhinagar News: ગાંધીનગરની SMVS હોસ્પિટલમાં મોડી રાત્રે ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં એક મહિલા સ્ટાફ મેમ્બરની બેગમાં ઝેરી કાળોતરો સાપ ઘૂસી ગયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
sanck in smvs hospital gandhinagarsanck in smvs hospital gandhinagar

sanck in smvs hospital gandhinagar

Gandhinagar News: ગાંધીનગરની SMVS હોસ્પિટલમાં મોડી રાત્રે ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં એક મહિલા સ્ટાફ મેમ્બરની બેગમાં ઝેરી કાળોતરો સાપ ઘૂસી ગયો હતો. બેગમાં રાખેલા હાથરૂમાલની અંદર સાપ છુપાઈને બેઠો હતો. જોકે, મહિલા કર્મચારી હાથરૂમાલ કાઢવા માટે બેગમાં હાથ નાખે તે પહેલાં જ સાપ હોવાની જાણ થઈ જતાં સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.

View post on Instagram

બેગના સાઈડના ખાનામાં છુપાયેલો હતો સાપ

મળતી માહિતી મુજબ, હોસ્પિટલના બેઝમેન્ટમાં મહિલા કર્મચારીની બેગમાં સાપ ઘૂસી ગયો હતો. શરૂઆતમાં કોઈને આ અંગે જાણ નહોતી. બેગમાં રાખેલા હાથરૂમાલની અંદર સાપ છુપાયેલો હોવાની જાણ થતાં જ હોસ્પિટલના સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પર્યાવરણપ્રેમી અને સર્પ રેસ્ક્યૂ નિષ્ણાત પ્રદીપ સોલંકીને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પ્રદીપ સોલંકી તાત્કાલિક હોસ્પિટલના બેઝમેન્ટમાં પહોંચ્યા હતા. તેમણે બેગની સાવચેતીપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેગના સાઈડના ખાનામાં છુપાયેલો સાપ મળી આવ્યો હતો. સાપની ઓળખ અત્યંત ઝેરી કાળોતરા તરીકે કરવામાં આવી હતી.

સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, કાળોતરો સાપ ભારતની ચાર મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓમાંનો એક છે. આ સાપનું ઝેર અત્યંત જોખમી હોય છે અને તેના કરડવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેથી સાપનું રેસ્ક્યૂ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી હોય છે. પ્રદીપ સોલંકીએ યોગ્ય તકેદારી સાથે બેગમાંથી સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. જો સમયસર સાપની જાણ ન થઈ હોત અને મહિલા કર્મચારીએ બેગમાં હાથ નાખ્યો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકતી હતી. હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને પગલે સ્ટાફમાં ભારે ચર્ચા જોવા મળી હતી.

આ પણ વાંચો: Gujarat News: દિવાળીના તહેવારોને લઈને આરોગ્ય વિભાગ સજ્જ, 1,494 એમ્બ્યુલન્સમાં બર્ન કેસ માટે વિશેષ સુવિધા