Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar Election 2026: ગાંધીનગરમાં પરિવર્તન કે પુનરાવર્તન? 44 બેઠકો પર ત્રિપાંખીયો જંગ

Gadhinagar Palika Result 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામનો દિવસ આવી ગયો છે. આજે, 13 ઓક્ટોબરે, 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 13 Oct 2026 08:58 AM IST
Gandhinagar Election 2026: ગાંધીનગરમાં પરિવર્તન કે પુનરાવર્તન? 44 બેઠકો પર ત્રિપાંખીયો જંગGandhinagar Election 2026: ગાંધીનગરમાં પરિવર્તન કે પુનરાવર્તન? 44 બેઠકો પર ત્રિપાંખીયો જંગ

Gadhinagar Palika Result 2026

Gadhinagar Palika Result 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામનો દિવસ આવી ગયો છે. આજે, 13 ઓક્ટોબરે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો થશે. શહેરના સેક્ટર-15માં આવેલી કોલેજના પાંચ હોલમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. 11 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં 59.25 ટકા મતદાન નોંધાયું હતું. હવે સૌની નજર મતગણતરી પર છે કે ગાંધીનગરમાં સત્તાનું પુનરાવર્તન થશે કે રાજકીય પરિવર્તન આવશે.

2.59 લાખ મતદારોમાંથી 1.54 લાખે મતાધિકારનો ઉપયોગ કર્યો

ચૂંટણીના આંકડા મુજબ, ગાંધીનગર મનપા વિસ્તારમાં કુલ 2,59,985 મતદારો નોંધાયેલા હતા. તેમાંથી 1,54,045 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનની કુલ ટકાવારી 59.25 ટકા રહી હતી. 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની સ્પર્ધાને કારણે પરિણામ અંગે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

WhatsApp Image 2026-10-13 at 8.28.12 AM.webp

વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 48.63 ટકા મતદાન

આ ચૂંટણીમાં વોર્ડવાર મતદાનના આંકડા પણ ચર્ચામાં રહ્યા છે. વોર્ડ નંબર 4માં સૌથી વધુ 74.78 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 48.63 ટકા મતદાન થયું હતું. વોર્ડ-5માં કુલ 13,040 મતદારોમાંથી 6,342 મતદારોએ મતદાન કર્યું હતું. આ વિસ્તાર અગાઉ અનેક મેયર સાથે સંકળાયેલો રહ્યો હોવાથી ઓછા મતદાનને રાજકીય ચર્ચાનો વિષય માનવામાં આવી રહ્યો છે. જોકે, માત્ર મતદાનની ટકાવારીના આધારે પરિણામ અંગે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.

2021માં ભાજપે 44માંથી 41 બેઠકો જીતી હતી

ગાંધીનગર મનપાની અગાઉની ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો 2011ની પ્રથમ ચૂંટણીમાં કુલ 33 બેઠકોમાંથી કોંગ્રેસે 18 અને ભાજપે 15 બેઠકો જીતી હતી. 2016માં 32 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને 16-16 બેઠકો મળી હતી. ત્યારબાદ 2021માં 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી.

WhatsApp Image 2026-10-13 at 8.28.12 AM (1).webp


આજના પરિણામ પર રાજકીય પક્ષોની નજર

આ વખતે 11 વોર્ડની 44 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો ગાંધીનગરના સ્થાનિક રાજકારણની આગામી દિશા સ્પષ્ટ કરશે. વોર્ડવાર મતદાનની ટકાવારી, ઉમેદવારોની સ્થિતિ અને પક્ષોના અગાઉના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પરિણામની રાહ જોઈ રહ્યા છે. મતગણતરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે કયા પક્ષને કેટલી બેઠકો મળે છે અને મહાનગરપાલિકામાં સત્તાનું સમીકરણ કેવું બને છે.

આ પણ વાંચો : Gandhinagar Election: મનપાની 44 બેઠકો માટે મતદાન શરૂ, 2.59 લાખ મતદારો કરશે ઉમેદવારોના ભાવિનો નિર્ણય

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.