Gandhinagar News: સ્વચ્છતા ભંગ કરનારા 497 સામે કાર્યવાહી, મનપાએ રૂપિયા 4.36 લાખનો દંડ વસૂલ્યો


નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરી
Gandhinagar News: સ્વચ્છતા ભંગ કરનારા 497 સામે કાર્યવાહી, મનપાએ રૂપિયા 4.36 લાખનો દંડ વસૂલ્યો


નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરી
Gandhinagar News: શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ માઇક્રો સેનિટેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. 17થી 26 નવેમ્બર દરમિયાન 10 દિવસ સુધી ચાલેલી આ વિશેષ ઝુંબેશમાં સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારા કુલ 497 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મનપા દ્વારા તમામ કાર્યવાહી અંતર્ગત કુલ રૂપિયા 4.36 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
ગંદકી ફેલાવતા 218 ઈસમો સામે કાર્યવાહી
ગાંધીનગર મનપાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ અને ચેકિંગ હાથ ધરીને સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 180 ઈસમો પાસેથી રૂપિયા 1.60 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા 218 ઈસમો સામે કાર્યવાહી કરીને રૂપિયા 1.55 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. આ ઉપરાંત પોતાની દુકાન કે વ્યવસાયના સ્થળે કચરાપેટી નહીં રાખનારા 26 ઈસમો પાસેથી રૂપિયા 8,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો
મનપાની વિશેષ ડ્રાઇવ દરમિયાન અન્ય સ્વચ્છતા નિયમોનો ભંગ કરનારા 73 ઈસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની પાસેથી રૂપિયા 1.12 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આમ, 10 દિવસની આ ઝુંબેશ દરમિયાન કુલ 497 લોકો સામે કાર્યવાહી કરીને રૂપિયા 4.36 લાખની વસૂલાત કરવામાં આવી છે. ગાંધીનગર મનપાનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં સ્વચ્છતા જાળવવાની સાથે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે.
મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરનારા લોકો સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જાહેર સ્થળોએ કચરો ફેંકવો, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો અને સ્વચ્છતાના નિયમોની અવગણના કરવી હવે મોંઘી પડી શકે છે.
આ પણ વાંચો: Gandhinagar Sealing Drive: મનપાની ઝુંડાલમાં મેગા સીલિંગ ડ્રાઈવ, 196 મિલકત સીલ, રૂપિયા 14.04 લાખની કરાઈ વસૂલાત




