Labour and Employment Chintan Shivir : ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રાલયની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ, લેબર કોડ અને રોજગાર મુદ્દે થશે મંથન


Labour and Employment Chintan Shivir ચિંતન શિબિર શ્રમ અને રોજગાર
Labour and Employment Chintan Shivir : ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રાલયની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ, લેબર કોડ અને રોજગાર મુદ્દે થશે મંથન


Labour and Employment Chintan Shivir ચિંતન શિબિર શ્રમ અને રોજગાર
Labour and Employment Chintan Shivir : કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શ્રમ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે.
બે દિવસ દરમિયાન દેશના શ્રમ અને રોજગાર ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને લેબર કોડના અમલીકરણ, શ્રમિકોના હિતો, રોજગારની તકો અને શ્રમ ક્ષેત્રના પડકારો અંગે મંથન કરવામાં આવશે.
લેબર કોડની વર્ષગાંઠ નિમિત્તે આયોજન કરાયું
લેબર કોડની વર્ષગાંઠ નિમિત્તે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 21 નવેમ્બર, 2025ના રોજ નવો લેબર કોડ અમલી બન્યો હતો. તેના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ એક મંચ પર એકત્રિત થઈ શ્રમ ક્ષેત્રમાં થયેલા ફેરફારો અને અમલીકરણની સ્થિતિ અંગે ચર્ચા કરશે.
ચિંતન શિબિરમાં શ્રમ અને રોજગાર ક્ષેત્રે દેશની વર્તમાન સ્થિતિ, શ્રમિકો માટેની યોજનાઓ, રોજગાર સર્જન, સામાજિક સુરક્ષા અને શ્રમ કાયદાઓના અમલીકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. વિવિધ રાજ્યોમાં શ્રમ ક્ષેત્રે હાથ ધરવામાં આવેલી કામગીરી અને અનુભવોનું પણ આ મંચ પર આદાનપ્રદાન કરવામાં આવશે.
વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે
આ ઉપરાંત શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અમલી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. યોજનાઓનો લાભ શ્રમિકો અને રોજગાર મેળવવા ઇચ્છતા લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચે તે માટે જરૂરી સૂચનો અને વ્યૂહરચનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. દેશના વિવિધ રાજ્યોમાં શ્રમ અને રોજગાર ક્ષેત્રે અલગ-અલગ પડકારો છે. આ ચિંતન શિબિર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન વધારવા તેમજ શ્રમિકોના કલ્યાણ અને રોજગારની તકોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ હાથ ધરવામાં આવશે.
મહાત્મા મંદિરમાં યોજાયેલી આ બે દિવસીય ચિંતન શિબિર શ્રમ અને રોજગાર ક્ષેત્રે નીતિગત ચર્ચા, સહયોગ અને ભવિષ્યની યોજનાઓ માટે મહત્વપૂર્ણ મંચ બની રહેશે.




