Gandhinagar News : ગેરકાયદે દવાના વેચાણ સામે FDCAનો સપાટો, નશાકારક દવાઓના દુરુપયોગ સામે 2 પેઢીના લાયસન્સ કાયમી રદ કરાયા



FDCA Launches Strict Crackdown
Gandhinagar News : ગેરકાયદે દવાના વેચાણ સામે FDCAનો સપાટો, નશાકારક દવાઓના દુરુપયોગ સામે 2 પેઢીના લાયસન્સ કાયમી રદ કરાયા



FDCA Launches Strict Crackdown
Gandhinagar News : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને FDCA કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના કરજણ અને સુરતમાં કાર્યવાહી કરી કુલ ચાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજિત ₹42.6 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ગેરકાયદે દવાનો વેપાર નહીં ચાલે
કરજણ ખાતે મહારાષ્ટ્ર NCB તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે FDCA અને સંબંધિત તંત્ર દ્વારા મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS Act હેઠળ આવતી ‘ANREX (Codeine)’ કફ સિરપની 13,938 બોટલો, જેની કિંમત અંદાજે ₹27.80 લાખ છે, તેમજ ‘TRAMADOL’ની 12,240 ટેબ્લેટ્સ મળી આવી હતી. ગંભીર ઉલ્લંઘનને પગલે પેઢીને સીલ કરવામાં આવી હતી અને તેના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી કરજણની મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. અહીં NDPS ઘટક ધરાવતી ‘LOMOTIL’ ટેબ્લેટ્સ ઉપરાંત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી અને દવાઓના નિયત તાપમાન માટેનું ફ્રિજ બંધ હોવા જેવી ક્ષતિઓ સામે આવી હતી. પેઢીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને તેના છૂટક દવાના વેચાણના પરવાના પણ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
કરજણથી સુરત સુધી FDCAની મોટી કાર્યવાહી
બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા ખાતે તપાસ દરમિયાન કોઈ માન્ય ડ્રગ લાઇસન્સ વિના વેબસાઇટ મારફતે દવાઓ વેચાતી હોવાનો મામલો સામે આવ્યો હતો. સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત ₹11.26 લાખથી વધુનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નમૂનાઓ સરકારી લેબોરેટરી, FDL વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલની તપાસમાં ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાઓના ઓનલાઇન વેચાણના ડિજિટલ પુરાવા મળ્યા હતા.
તપાસ મુજબ છેલ્લા એક મહિનામાં આશરે ₹3.60 લાખની દવાઓનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ હોય કે ભૌતિક દવાની દુકાન, ગેરકાયદેસર દવાના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આગામી સમયમાં FDCA અને સાયબર સેલની સંયુક્ત ટીમ દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ પર સતત ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





