New Virus : કોરોનાના નવા વેરિઅન્ટ 'સિકાડા'ની વિશ્વભરમાં ચર્ચા, 8 દેશોમાં ફેલાયો PJ.2.1 વાયરસ


New Virus કોરોનાના નવા વેરિઅન્ટ 'સિકાડા'
New Virus : કોરોનાના નવા વેરિઅન્ટ 'સિકાડા'ની વિશ્વભરમાં ચર્ચા, 8 દેશોમાં ફેલાયો PJ.2.1 વાયરસ


New Virus કોરોનાના નવા વેરિઅન્ટ 'સિકાડા'
New Virus : આ વેરિઅન્ટ સૌપ્રથમ મે 2026માં કેનેડાના ઓન્ટારિયોમાં નોંધાયો હતો. ત્યારબાદ અમેરિકા, યુરોપ અને એશિયાના કેટલાક વિસ્તારો સહિત કુલ આઠ દેશોમાં તેની હાજરી નોંધાઈ છે. જોકે, હાલના ઉપલબ્ધ અહેવાલો મુજબ આ વેરિઅન્ટથી ગંભીર બીમારીનું જોખમ વધ્યું હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.
PJ.2.1 કોરોના વાયરસ એટલે કે SARS-CoV-2નો એક નવો વંશ છે. તેનો પ્રથમ નમૂનો 2 મે, 2026ના રોજ કેનેડાના ઓન્ટારિયોમાં નોંધાયો હતો. ત્યારબાદ કેનેડાના અન્ય વિસ્તારો અને અમેરિકામાં પણ તેની હાજરી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયેલ, ફ્રાન્સ અને સ્પેનમાં પણ આ વેરિઅન્ટના કેસ નોંધાયા હોવાના અહેવાલ છે.
શા માટે અપાયું 'સિકાડા' નામ?
વૈજ્ઞાનિકોએ આ વેરિઅન્ટને અનૌપચારિક રીતે 'સિકાડા' નામ આપ્યું છે. સિકાડા એક પ્રકારનો જીવાત છે, જે લાંબા સમય સુધી જમીનની અંદર રહ્યા બાદ બહાર આવે છે. જોકે, આ નામ કોઈ સત્તાવાર તબીબી વર્ગીકરણ નથી. હાલ ઉપલબ્ધ માહિતી મુજબ PJ.2.1થી અગાઉના વેરિઅન્ટની સરખામણીએ વધુ ગંભીર બીમારી થતી હોવાના સ્પષ્ટ પુરાવા નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) નવા વેરિઅન્ટ અને તેના ફેલાવા પર નજર રાખી રહી છે. કેટલાક અહેવાલોમાં આ વેરિઅન્ટના ફેલાવાની ગતિ અંગે ચિંતા વ્યક્ત થઈ છે, પરંતુ તેની ગંભીરતા અંગે વધુ સંશોધનની જરૂર છે.
ભારતમાં શું છે સ્થિતિ?
હાલના અહેવાલો મુજબ ભારતમાં PJ.2.1ના કોઈ પુષ્ટિ થયેલા કેસની માહિતી સામે આવી નથી. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે વેરિઅન્ટની હાજરીને ધ્યાનમાં રાખીને દેખરેખ રાખવી જરૂરી છે. નિષ્ણાતો બિનજરૂરી ગભરાટથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. તાવ, ઉધરસ, ગળામાં દુખાવો કે શરદી જેવા લક્ષણો જણાય તો તપાસ કરાવવી અને બીજાના સંપર્કમાં સાવચેતી રાખવી જરૂરી છે.
ખાસ કરીને વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ વધુ ધ્યાન રાખવું જોઈએ. આમ, કોરોનાના નવા વેરિઅન્ટને લઈને હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ યોગ્ય સાવચેતી અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.




