Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar Election : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનો મેનિફેસ્ટો કરશે કામ? કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાનું કોંગ્રેસનું વચન

Gandhinagar Election : ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ બની છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 01 Oct 2026 03:11 PM IST
Gandhinagar Election : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનો મેનિફેસ્ટો કરશે કામ? કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાનું કોંગ્રેસનું વચનGandhinagar Election : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનો મેનિફેસ્ટો કરશે કામ? કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાનું કોંગ્રેસનું વચન

Gandhinagar Election Congress Menifesto

Gandhinagar Election : ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મનપા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ આ મેનિફેસ્ટોની જાહેરાત કરી હતી. તેમાં રોજગાર, ભ્રષ્ટાચાર નિયંત્રણ, મહિલા સુરક્ષા, પરિવહન, પ્રોપર્ટી ટેક્સમાં રાહત અને શહેરના આધુનિક વિકાસ સહિતના મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

જનતા ઓડિટ કમિટી બનાવવાની જાહેરાત

ગુજરાત કોંગ્રેસે જાહેરાત કરી છે કે, ગાંધીનગરમાં તેની સરકાર બનશે તો કોન્ટ્રાક્ટ પ્રથા, ફિક્સ પગાર પ્રથા અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા માટે પગલાં લેવામાં આવશે. યુવાનોને વધુ રોજગારીની તકો મળે તે માટે વિવિધ આયોજન કરવાની પણ વાત કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનું વચન આપ્યું છે. ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે વિશેષ પોર્ટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત વોર્ડમાં થતાં વિકાસકાર્યોનું ઓડિટ કરવાની સત્તા નાગરિકોને આપવામાં આવશે અને તેના માટે જનતા ઓડિટ કમિટી બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. મહિલાઓ માટે જાહેર પરિવહન વ્યવસ્થામાં વિશેષ સુવિધા આપવાનું પણ મેનિફેસ્ટોમાં જણાવાયું છે. કોંગ્રેસના વચન મુજબ, મહાનગરપાલિકા સંચાલિત બસ સેવામાં દરેક વોર્ડમાં ચાર પિંક વ્હીલ્સ શરૂ કરવામાં આવશે. મહિલાઓના નામે નોંધાયેલી મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાનું કોંગ્રેસનું વચન

યુવા પેઢીને ધ્યાનમાં રાખીને ગાંધીનગરને ‘ઝેન ઝી સિટી’ તરીકે વિકસાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સ્વિમિંગ, આઉટડોર ગેમ્સ, મનોરંજન માટે કેફે અને અન્ય સુવિધાઓ ઊભી કરવાની વાત કરવામાં આવી છે. શહેરને મોડલ સિટી તરીકે વિકસાવવાનો પણ પક્ષે સંકલ્પ વ્યક્ત કર્યો છે. પર્યાવરણ અને સ્વચ્છતાના મુદ્દે રહેણાક વિસ્તારોની નજીક ડમ્પિંગ સાઇટ નહીં બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

શહેરથી દૂર ડમ્પિંગ સાઇટ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સતત ત્રણ વર્ષ સુધી નિયમિત પ્રોપર્ટી ટેક્સ ભરનારા પરિવારને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રોજગાર, નાગરિક સુવિધાઓ, મહિલા કલ્યાણ, પારદર્શક વહીવટ અને આધુનિક શહેરી વિકાસને લગતા વિવિધ વચનો રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ જાહેરાતો ચૂંટણી ઢંઢેરામાં દર્શાવાયેલા પક્ષના વચનો છે. તેમનો અમલ થાય તો તેની પ્રક્રિયા, નાણાકીય વ્યવસ્થા અને સમયમર્યાદા અંગેની વિગતો પણ મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : GST Collection : સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શનમાં આવ્યો રેકોર્ડ ઉછાળો, સરકારી તિજોરીમાં જમા થયા ₹2.03 લાખ કરોડ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે