ગાંધીનગરમાં બાળકો માટે બાળ અધિકારો અને કાયદા અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો



Child Rights Awareness Program Gujarat
ગાંધીનગરમાં બાળકો માટે બાળ અધિકારો અને કાયદા અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો



Child Rights Awareness Program Gujarat
Child Rights Awareness Program Gujarat: ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની કચેરી, ગાંધીનગર ખાતે બાળકોને તેમના અધિકારો અને રક્ષણ માટેના કાયદાઓ અંગે જાગૃત કરવા વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રૂકશાના વોરા અને નવજીવન મહિલા મંડળના સહયોગથી મ્યુનિસિપલ સ્કૂલ, વટવા-લાંભા વોર્ડના બાળકો સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

બાળકોને બાળ અધિકારો અને કાયદા અંગે માર્ગદર્શન
આયોગની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવ ડી.ડી. કાપડીયાએ બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન બાળકોને બાળ અધિકારો, પોક્સો અધિનિયમ, બાળ મજૂરી, બાળ લગ્ન, બાળકો સામેની હિંસા અને શોષણ તેમજ બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ અંગે સરળ ભાષામાં મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ નિર્દેશન
કાર્યક્રમ દરમિયાન બાળકોને બાળ સુરક્ષા અને અધિકારો અંગે વધુ સમજ મળે તે માટે ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું. ફિલ્મ અને સંવાદ દ્વારા બાળકોને તેમના અધિકારો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

મુશ્કેલીમાં વિશ્વાસુ વ્યક્તિનો સંપર્ક કરવા સમજ
બાળકોને પોતાના અધિકારો અંગે હંમેશા જાગૃત રહેવા માટે સમજ આપવામાં આવી હતી. કોઈપણ પ્રકારની હિંસા, શોષણ અથવા મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે તાત્કાલિક વિશ્વાસુ વડીલ, શિક્ષક અથવા સંબંધિત સત્તાધિકારીનો સંપર્ક કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાળકોએ પૂછ્યા વિવિધ પ્રશ્નો
સંવાદ કાર્યક્રમ દરમિયાન બાળકોએ બાળ અધિકારો અને કાયદાઓને લગતા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નોના જવાબ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવ ડી.ડી. કાપડીયા દ્વારા સરળ ભાષામાં આપવામાં આવ્યા હતા. બાળકોને તેમના અધિકારો અને કાયદાકીય રક્ષણ અંગે માહિતી આપી તેમને સશક્ત બનાવવાની દિશામાં આ સંવાદ કાર્યક્રમ મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો હતો.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



