
Child Rights Awareness Program Gujarat: ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની કચેરી, ગાંધીનગર ખાતે બાળકોને તેમના અધિકારો અને રક્ષણ માટેના કાયદાઓ અંગે જાગૃત કરવા વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રૂકશાના...

રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં વર્ષ 2018માં આજી નદીમાંથી મળેલા ધડ વગરના માથાના રહસ્યમય કેસનો આખરે 8 વર્ષ બાદ ભેદ ઉકેલાયો છે. DNA રિપોર્ટના આધારે મૃતકની ઓળખ પશ્ચિમ બંગાળના 14 વર્ષીય બાળક તરીકે થઈ છે. બાળ મજૂરી માટે રાજકોટ લાવવામાં આવેલા આ બાળકની હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટ શહેરના આઠ વર્ષ જૂના અને ચકચારી બ્લાઇન્ડ મર્ડર કેસનો અંતે ભેદ ઉકેલાઈ ગયો છે. વર્ષો પહેલા આજી નદીના પટમાંથી મળેલા ધડ વગરના બાળકના માથા પાછળની હકીકત તપાસમાં સામે આવી છે. પશ્ચિમ બંગાળથી કામ માટે લાવવામાં આવેલા બાળ મજૂરની ઠેકેદારે અમાનુષી અત્યાચાર બાદ હત્યા કરી શરીરના ટુકડા કરી દીધા હતા. કલકત્તા જેલમાં બંધ આરોપીએ ગુનો કબૂલતા રાજકોટ પોલીસે કેસમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.