Gandhinagarમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રિન્સ રહીમ આગા ખાન સાથે મુલાકાત, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા



Bhupendra Patel Prince Rahim Aga Khan Meeting
Gandhinagarમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રિન્સ રહીમ આગા ખાન સાથે મુલાકાત, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા



Bhupendra Patel Prince Rahim Aga Khan Meeting
Bhupendra Patel Prince Rahim Aga Khan Meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન V સાથે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના સર્વાંગી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપરાંત AKDNની વૈશ્વિક વિકાસલક્ષી પહેલોને રાજ્યના ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવા માટે સહયોગની વિવિધ સંભાવનાઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે AKDNની પ્રાથમિકતાઓ સુસંગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રિન્સ રહીમ આગા ખાન Vનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રાઇઝ પ્રમોશન તેમજ વંચિત અને સંવેદનશીલ સમુદાયોના સશક્તિકરણ અંગે AKDNની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સુસંગત છે. મુલાકાત દરમિયાન રાજ્યના વિકાસમાં બંને પક્ષો વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મિલેટ, સોલાર એનર્જી અને સહકાર ક્ષેત્રની સફળતાઓની વિગતો
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર દ્વારા મિલેટ, સોલાર એનર્જી અને સહકાર ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અને સફળતાઓ અંગે પ્રિન્સ રહીમ આગા ખાનને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, રાજ્યમાં ટકાઉ વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.


જળ સંરક્ષણથી મહિલા SHG સુધી સહયોગની તૈયારી
પ્રિન્સ રહીમ આગા ખાને ગુજરાત સરકાર સાથે જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, મિલેટ અન્ન અને મહિલા સ્વસહાય જૂથોના વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ કરવાની તત્પરતા દર્શાવી હતી. આ મુલાકાતને ગુજરાતના સસ્ટેનેબલ અને સર્વસમાવેશક વિકાસને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સંવાદ તરીકે જોવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]





