Gujarat માં જમીન દફતર નિરીક્ષકની 165 ખાલી જગ્યાઓ ભરાશે, ભરતી પ્રક્રિયા શરૂ



Gujarat
Gujarat માં જમીન દફતર નિરીક્ષકની 165 ખાલી જગ્યાઓ ભરાશે, ભરતી પ્રક્રિયા શરૂ



Gujarat
Gujarat : તાલુકા કક્ષાએ વહીવટી સેવાઓ વધુ સુદ્રઢ બનશે, નાગરિકોને એક જ સ્થળેથી સરળતાથી સેવાઓ પ્રાપ્ત થશે: મંત્રી ઋષિકેશ પટેલ, હાલની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2 સંવર્ગની કુલ 326 જગ્યાઓ મંજૂર થયેલી છે.
326 મંજૂર જગ્યામાંથી 161 ભરાઈ
આ મંજૂર થયેલ મહેકમ પૈકી હાલના તબક્કે 161 જગ્યાઓ ભરાયેલી છે,જ્યારે બાકીની 165 જગ્યાઓ આગામી સમયમાં ભરવામાં આવશે તેમ, મહેસૂલ વિભાગ તરફથી વિધાનસભા ગૃહમાં જવાબ આપતાં મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું. આ ખાલી જગ્યાઓ ભરવા સંદર્ભે સ્પષ્ટતા કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, સરકારી તંત્રમાં જગ્યાઓ ભરાવી અને નિવૃત્તિ કે અન્ય કારણોસર ખાલી થવી એ એક સતત ચાલતી વહીવટી પ્રક્રિયા છે.
તાલુકા મથકે મળશે વધુ ઝડપી સેવા
વહીવટી અનુકૂળતા મુજબ સમયાંતરે આ ખાલી જગ્યાઓની યોગ્ય સમીક્ષા કરવામાં આવે છે. જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ સંવર્ગની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે સીધી ભરતી, બઢતી તેમજ સેમી-ડાયરેક્ટ (બઢતી) જેવી નિયમાનુસારની વિવિધ નીતિઓ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. વધુમાં, આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાથી તાલુકા કક્ષાએ વહીવટી સેવાઓ વધુ સુદ્રઢ અને સુસંચાલિત બનશે. તમામ સંબંધિત કામગીરી એક જ કાર્યાલય ખાતેથી સંભવ બનતાં તાલુકા મથકે આવતા નાગરિકોને ઝડપી અને સરળ સેવાઓ પ્રાપ્ત થશે, જે વહીવટી કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



