Get News Alerts

Never miss breaking news updates.

Gujaratના 14 જિલ્લાઓના યુવાનો માટે અગ્નિવીર ભરતી રેલી: 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં યોજાશે રેલી

Gujarat: ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આર્મી રિક્રૂટિંગ ઓફિસ, નાગપુર દ્વારા 12 ઓક્ટોબર 2026ના રોજ અગ્નિવીર CLK/SKT ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 04 Oct 2026 09:51 AM IST
Gujaratના 14 જિલ્લાઓના યુવાનો માટે અગ્નિવીર ભરતી રેલી: 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં યોજાશે રેલીGujaratના 14 જિલ્લાઓના યુવાનો માટે અગ્નિવીર ભરતી રેલી: 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં યોજાશે રેલી

Gujarat

Gujarat: ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આર્મી રિક્રૂટિંગ ઓફિસ, નાગપુર દ્વારા 12 ઓક્ટોબર 2026ના રોજ અગ્નિવીર CLK/SKT ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે. આ ભરતી રેલી તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિસાપુર, જિલ્લા ચંદ્રપુર, મહારાષ્ટ્ર ખાતે યોજાશે.

કયા જિલ્લાઓના ઉમેદવારો ભાગ લઈ શકશે?

આ ભરતી રેલી ARO જામનગર હેઠળ આવતા 13 જિલ્લાઓ અને એક કેન્દ્રશાસિત પ્રદેશના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે યોજાઈ રહી છે. તેમાં જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ (UT)ના ઉમેદવારોનો સમાવેશ થાય છે.

કઈ કેટેગરી માટે ભરતી?

આ રેલીમાં અગ્નિવીર CLK/SKT (Clerk/Store Keeper Technical) કેટેગરીના ઉમેદવારો ભાગ લઈ શકશે. ભરતી રેલી માટે માત્ર શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો જ નિર્ધારિત પ્રક્રિયા મુજબ હાજર રહી શકશે.

12 ઓક્ટોબરે રિપોર્ટિંગ

સત્તાવાર માહિતી અનુસાર ઉમેદવારોએ 12 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 00:15 કલાકે ભરતી સ્થળે રિપોર્ટ કરવાનું રહેશે. ઉમેદવારોએ રેલી માટે જરૂરી દસ્તાવેજો અને પોતાનું એડમિટ કાર્ડ સાથે રાખવું જરૂરી રહેશે.

એડમિટ કાર્ડ અંગે મહત્વની માહિતી

સેનાની ભરતી માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના રજિસ્ટર્ડ ઈ-મેલ સરનામે 10 ઓગસ્ટ 2026ના રોજ એડમિટ કાર્ડ મોકલવામાં આવ્યા છે. ઉમેદવારો Join Indian Armyની સત્તાવાર વેબસાઇટ પર પોતાના Username અને Password વડે લોગિન કરીને રેલી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

માહિતી માટે અહીં સંપર્ક કરો

ભરતી અંગે કોઈ માહિતી અથવા પૂછપરછ માટે ઉમેદવારો આર્મી રિક્રૂટિંગ ઓફિસ, જામનગરનો સંપર્ક કરી શકે છે.

ફોન નંબર: 0288-2550346 / 8866976188

ઉમેદવારોએ ભરતી રેલીમાં સમયસર હાજર રહેવા અને સેનાની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Fly dubai હુમલામાં મોટો ખુલાસો: કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરનાર કોપાઈલટની ઓળખ જાહેર

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.