DyCM હર્ષ સંઘવીના હસ્તે 'સિંગલ ક્લિક'થી 14,853 ઉદ્યોગ સાહસિકોને રૂપિયા 1,100 કરોડના ઈન્સેન્ટિવનું વિતરણ


DyCM Harsh Sanghvi
DyCM હર્ષ સંઘવીના હસ્તે 'સિંગલ ક્લિક'થી 14,853 ઉદ્યોગ સાહસિકોને રૂપિયા 1,100 કરોડના ઈન્સેન્ટિવનું વિતરણ


DyCM Harsh Sanghvi
ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિંગલ ક્લિક દ્વારા રાજ્યના 14,853 ઉદ્યોગસાહસિકો માટે ₹1,100.19 કરોડની ઇન્સેન્ટિવ સહાય બેંક ખાતામાં જમા કરાવી હતી. આ સહાયમાં 11,052 માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME) એકમોનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ ઉદ્યોગોને આર્થિક ટેકો મળવાની સાથે નવા ઉદ્યોગસાહસિકોને પણ પ્રોત્સાહન મળશે.
બેન્ક લોન લેવાની ફરજિયાત શરત નાબૂદ
MSME ઉદ્યોગો માટે ઈન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા બેન્ક લોન લેવાની ફરજિયાત શરત નાબૂદ કરવામાં આવી છે. હવે પોતાની મૂડીથી ઉદ્યોગ શરૂ કરનારા સાહસિકો પણ ઇન્સેન્ટિવનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, સહાય મેળવવાની પ્રક્રિયામાંથી આશરે 16 પ્રકારના કાગળો અને દસ્તાવેજો ઘટાડવામાં આવ્યા છે. સરકારના દાવા પ્રમાણે, છેલ્લા છ મહિનામાં ફાઈલોનો નિકાલ કરવાની ઝડપ ત્રણ ગણી વધી છે.
407 ઔદ્યોગિક પ્લોટની ઓનલાઈન લકી ડ્રો દ્વારા ફાળવણી
ઔદ્યોગિક વિકાસને વેગ આપવા GIDCમાં 85 એકર જમીન પર આવેલા 407 ઔદ્યોગિક પ્લોટની ઓનલાઇન લકી ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવી હતી. આ 407 પ્લોટ માટે કુલ 4,665 અરજીઓ મળી હતી. નવી ઉદ્યોગ નીતિ હેઠળ મોટા ઉદ્યોગો તરફથી પણ 346થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, અન્ય રાજ્યોમાંથી આશરે 27 ઉદ્યોગો ગુજરાતમાં પરત ફર્યા છે.
રાજ્ય સરકાર યુવા ઉદ્યોગસાહસિકો અને મહિલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકી રહી છે. સાથે જ, 'સ્માર્ટ GIDC'ના વિકાસ માટે ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને સર્વિસ લાઇનનું સંયુક્ત આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, નવી ટેકનોલોજી અને વૈશ્વિક ભાગીદારીની તકો વિકસાવવા રાજ્ય સરકારની ટીમ જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે. સરકારનો ઉદ્દેશ ગુજરાતમાં ઉદ્યોગો માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો અને રાજ્યને ઔદ્યોગિક રોકાણના અગ્રણી કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાનો છે.
આ પણ વાંચો : Surat : વરાછાના શિવાપાર્કમાં બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે તમામની અટકાયત કરી





