Gujarat Tourism: દિવાળીના 9 દિવસમાં ગુજરાતના 8 પ્રવાસન સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, દ્વારકામાં 128 ટકાનો ઉછાળો

Gujarat Tourism: દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Gujarat Tourism Visitors record NewsGujarat Tourism Visitors record News

Gujarat Tourism Visitors record News

Gujarat Tourism: દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજ્યના 8 મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ 38 લાખથી વધુ સ્થાનિક તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષની સરખામણીમાં અનેક સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

દ્વારકા મંદિર ખાતે સૌથી વધુ 9.75 લાખ પ્રવાસીઓ નોંધાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી સુવિધાઓ, માળખાકીય વિકાસ અને પ્રવાસીલક્ષી આયોજનને કારણે આ સફળતા મળી હોવાનું જણાવાયું છે. 6થી 14 નવેમ્બર, 2026 દરમિયાનના પ્રવાસીઓના આંકડા ગત વર્ષના દિવાળીના 9 દિવસ સાથે સરખાવવામાં આવ્યા હતા.

આ સમયગાળામાં દ્વારકા મંદિર ખાતે સૌથી વધુ 9.75 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા, જે ગત વર્ષની સરખામણીમાં 128.8 ટકાનો વધારો દર્શાવે છે. નડાબેટ ખાતે 37 હજારથી વધુ પ્રવાસીઓ સાથે 54.1 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે ખાતે 11.95 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા, જે 48.9 ટકાનો વધારો છે. સોમનાથ મંદિર ખાતે પણ 9.12 લાખથી વધુ પ્રવાસીઓ સાથે 43.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5.57 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5.57 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા, જે 32.35 ટકાનો વધારો દર્શાવે છે. ગિરનાર રોપ-વે ખાતે 48,800થી વધુ, વડનગર ખાતે 62 હજારથી વધુ અને ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે 25 હજારથી વધુ મુલાકાતીઓ નોંધાયા હતા. રાજ્યમાં પ્રવાસન સુવિધાઓના વિસ્તરણ અને વ્યવસ્થિત આયોજનને કારણે ગુજરાત ધાર્મિક, ઐતિહાસિક અને કુદરતી પ્રવાસન ક્ષેત્રે વધુ આકર્ષક બની રહ્યું છે. દિવાળીના આંકડા રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે ઉત્સાહજનક સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચો: Ahmedabad Fire: નિર્ણયનગર અંડરપાસ પાસે આગની ઘટના, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો