Dwarka JagatMandir : દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના

Dwarka JagatMandir : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરી ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.
Vivek Shah
Vivek Shah
Dwarka JagatMandir દ્વારકાધીશના આશીર્વાદ લેવા પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલDwarka JagatMandir દ્વારકાધીશના આશીર્વાદ લેવા પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Dwarka JagatMandir દ્વારકાધીશના આશીર્વાદ લેવા પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Dwarka JagatMandir : આ પ્રસંગે તેમણે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

તેમણે રાજ્યના નાગરિકોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રાપ્ત થાય તેમજ ગુજરાત સતત વિકાસના માર્ગે આગળ વધે તેવી પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત દર્શનાર્થીઓનું પણ અભિવાદન કર્યું હતું. તેમણે હાથ જોડીને 'જય દ્વારકાધીશ' કહીને ભક્તોનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો.

દ્વારકાધીશના દર્શને પહોંચ્યા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના આગમન પ્રસંગે શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તેમજ મંદિરના પૂજારી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત દરમિયાન મુખ્યમંત્રીને ભગવાન દ્વારકાધીશની છબી અર્પણ કરવામાં આવી હતી અને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, અગ્રણી મયુરભાઈ ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી યશપાલ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જગતમંદિરમાં મુખ્યમંત્રીની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના

દ્વારકા ગુજરાતનું એક મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક યાત્રાધામ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવે છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન પણ તેમણે મંદિરની પવિત્ર પરંપરા અનુસાર દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવી ગુજરાતના સર્વાંગી વિકાસ અને રાજ્યના નાગરિકોના સુખી, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન માટે પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો : Teachers Protest Gandhinagar : 11 દિવસથી ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ, 1700થી વધુ ખેલ સહાયકોની કાયમી ભરતીની માગ