Dahod ની આશ્રમ શાળામાં જુગારધામનો પર્દાફાશ, 14 પત્તાપ્રેમી પોલીસના હાથે જુગાર રમતા ઝડપાયા



Dahod LCB gamblling raid
Dahod ની આશ્રમ શાળામાં જુગારધામનો પર્દાફાશ, 14 પત્તાપ્રેમી પોલીસના હાથે જુગાર રમતા ઝડપાયા



Dahod LCB gamblling raid
Dahod LCB દ્વારા બાવકા નવાપુરા ફળિયામાં આવેલી આશ્રમ શાળામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા 14 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, બાવકા નવાપુરા ફળિયામાં આવેલી આદિવાસી આશ્રમ શાળામાં કેટલાક ઈસમો ભેગા થઈ ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમતા હોવાની બાતમી LCBને મળી હતી. બાતમીના આધારે દાહોદ LCBની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દાહોદમાં જુગારધામ પર LCBનો સપાટો
LCBની ટીમે દરોડો પાડતા જુગાર રમતા 14 ઈસમોને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી જુગારના સાધનો ઉપરાંત રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રૂ.35,800 રોકડ રકમ, 16 મોબાઈલ ફોન અને 3 વાહનો કબજે કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગંજીપત્તા સહિતના મુદ્દામાલને પણ પોલીસે કબજે લીધો છે. પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.20,17,000 હોવાનું સામે આવ્યું છે. લાખોની કિંમતનો મુદ્દામાલ ઝડપાતા LCBની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચર્ચા જોવા મળી રહી છે.
દાહોદમાં આશ્રમ શાળા બની જુગારનો અડ્ડો?
આ સમગ્ર મામલે જેસાવાડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા 14 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગારનું આયોજન કોણે કર્યું હતું અને આ સ્થળે અગાઉ પણ આવી રીતે જુગાર રમાતો હતો કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આશ્રમ શાળાના પરિસરમાં જુગાર રમાતો હોવાની ઘટના સામે આવતા સ્થાનિક સ્તરે પણ અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા સ્થળ અને ઘટનાને લગતી અન્ય વિગતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આશ્રમ શાળામાંથી 14 ઈસમ ઝડપાયા
દાહોદ LCBની આ કાર્યવાહી બાદ જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ જેસાવાડા પોલીસ દ્વારા સમગ્ર કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઝડપાયેલા તમામ ઈસમોની પૂછપરછ સહિતની તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા 14 ઈસમો અને રૂ.20.17 લાખના મુદ્દામાલને લઈને દાહોદ જિલ્લામાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : Junagadh ના ઉપરકોટ કિલ્લામાં દીપડાની દહેશત, પ્રવાસીઓ માટે કિલ્લો સંપૂર્ણ બંધ કરાયો
View post on Instagram

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



