Dahod SOG Ganjo Farm Raid : દાહોદ SOGનો મોટો સપાટો, ખેતરમાંથી ગાંજાના 398 છોડ ઝડપી પાડયા જેની કિંમત ₹2.30 કરોડથી વધુ હોવાની માહિતી

Dahod SOG Ganjo Farm Raid : દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek Shah
Dahod SOG Ganjo Farm Raid દાહોદમાં ₹2.30 કરોડનો ગાંજો ઝડપાયોDahod SOG Ganjo Farm Raid દાહોદમાં ₹2.30 કરોડનો ગાંજો ઝડપાયો

Dahod SOG Ganjo Farm Raid દાહોદમાં ₹2.30 કરોડનો ગાંજો ઝડપાયો

Dahod SOG Ganjo Farm Raid : દાહોદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દુધામલી ગામમાં દરોડો પાડીને ખેતરમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના 398 છોડ ઝડપી પાડવામાં આવ્યા છે.

જપ્ત કરાયેલા ગાંજાના છોડની અંદાજિત કિંમત રૂ. 2 કરોડ 30 લાખ 41 હજાર 400 હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, દાહોદ SOGને દુધામલી ગામમાં ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી ગાંજાના કુલ 398 છોડ મળી આવ્યા હતા.

ગાંજાની ખેતી કરતા આરોપીની ધરપકડ

પોલીસે તમામ છોડને કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા ગાંજાના છોડનું કુલ વજન 40.830 કિલોગ્રામ નોંધાયું છે. આ જથ્થાની બજાર કિંમત અંદાજે રૂ. 2,30,41,400 હોવાનું જણાવવામાં આવ્યું છે. આટલી મોટી કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ કાર્યવાહી દરમિયાન ખેતરમાં ગાંજાની ખેતી કરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ગાંજાની ખેતી પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે સહિતની વિગતો જાણી શકાય.

SOGની કાર્યવાહીથી નશીલા પદાર્થોની ખેતીનો પર્દાફાશ

દાહોદ SOGની આ કાર્યવાહીને જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની પ્રવૃત્તિ સામેની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. ખેતરમાં સામાન્ય ખેતીની આડમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવતા હોવાનો મામલો સામે આવતાં પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું છે.

હાલ પોલીસે જપ્ત કરાયેલા ગાંજાના છોડ અને આરોપી અંગે આગળની તપાસ શરૂ કરી છે. આ ગેરકાયદેસર ખેતીમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ અને ગાંજાનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Surat Farmers Electricity Demand : દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર સિંચાઈ સંકટ, 8ને બદલે 12 કલાક વીજળી આપવાની માગ