Surat Farmers Electricity Demand : દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર સિંચાઈ સંકટ, 8ને બદલે 12 કલાક વીજળી આપવાની માગ

Surat Farmers Electricity Demand : સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો હાલ સિંચાઈની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નહેરોમાં પાણીનો પુરવઠો બંધ થતાં ખેતી માટે પાણીની અછત ઊભી થઈ છે.
Vivek Shah
Vivek Shah
Surat Farmers Electricity Demand ખેડૂતોની 12 કલાક વીજળીની માગ ઉઠીSurat Farmers Electricity Demand ખેડૂતોની 12 કલાક વીજળીની માગ ઉઠી

Surat Farmers Electricity Demand ખેડૂતોની 12 કલાક વીજળીની માગ ઉઠી

Surat Farmers Electricity Demand : આ પરિસ્થિતિમાં ખેડૂતોને હાલ મળતી 8 કલાકની વીજળીને બદલે 12 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખેડૂત આગેવાન જયેશ એન. પટેલે આ અંગે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને પત્ર લખીને વધારાની 4 કલાક વીજળી આપવા રજૂઆત કરી છે.

મળતી માહિતી અનુસાર, કાકરાપાર જમણા કાંઠાની નહેર છેલ્લા 90 દિવસથી બંધ છે, જ્યારે અન્ય નહેરો પણ 35 દિવસથી બંધ રહેતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. નહેરોમાંથી સિંચાઈનું પાણી મળતું ન હોવાથી ખેડૂતોને હવે ખેતી માટે બોરવેલ અને ટ્યુબવેલ પર આધાર રાખવો પડી રહ્યો છે.

ખેડૂતોની 12 કલાક વીજળીની માગ

આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને ડાંગર, શેરડી અને શાકભાજી જેવા પાકોને પૂરતું પાણી મળી રહે તે અંગે ચિંતા ઊભી થઈ છે. સમયસર સિંચાઈ ન થાય તો પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અંદાજે 1.55 લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીન પર સિંચાઈની વ્યવસ્થાને અસર થવાની આશંકા છે. નહેરમાં પાણીનો પુરવઠો ફરી શરૂ ન થાય ત્યાં સુધી ખેડૂતોને હાલની 8 કલાકની વીજળીની જગ્યાએ 12 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ખેડૂત આગેવાન જયેશ એન. પટેલે મુખ્યમંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રીને પત્ર લખીને ખેડૂતોની મુશ્કેલીઓ અંગે ધ્યાન દોર્યું છે. તેમણે રજૂઆત કરી છે કે નહેરોમાં પાણી બંધ હોવાથી ખેડૂતોને સંપૂર્ણપણે બોરવેલ અને ટ્યુબવેલના સહારે સિંચાઈ કરવી પડી રહી છે. આવી સ્થિતિમાં હાલના વીજ પુરવઠાના કલાકો પૂરતા ન હોવાથી પાકને જરૂરી પાણી પહોંચાડવામાં મુશ્કેલી પડી શકે છે.

સરકાર સમક્ષ ખેડૂતોની રજૂઆત

ખેડૂતોની માગ છે કે નહેરોમાં પાણીનો પુરવઠો પુનઃ શરૂ ન થાય ત્યાં સુધી વધારાની ચાર કલાક વીજળી આપવામાં આવે, જેથી ખેતીને નુકસાનથી બચાવી શકાય. હવે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રી દ્વારા ખેડૂતોની આ રજૂઆત અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર દક્ષિણ ગુજરાતના ખેડૂતોની નજર છે. સમયસર વીજળીનો પુરવઠો વધારવામાં આવે તો પાકને બચાવવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો : Junagadh Road Accident : જૂનાગઢના દાત્રાણા-મેંદરડા રોડ પર ગમખ્વાર અકસ્માત, રખડતા પશુ સાથે બાઈકચાલક અથડાતા બન્નેના મોત