Get News Alerts

Never miss breaking news updates.

Dahod : હાંડા હોસ્પિટલમાં રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયા

Dahod : દાહોદ શહેરની હાંડા હોસ્પિટલમાં થયેલી રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે.
Kunjan ShuklaUpdated on: 13 Oct 2026 12:48 PM IST
Dahod : હાંડા હોસ્પિટલમાં રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયાDahod : હાંડા હોસ્પિટલમાં રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયા

Dahod

Dahod : દાહોદ શહેરની હાંડા હોસ્પિટલમાં થયેલી રૂપિયા 15.15 લાખની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની સંપૂર્ણ રૂ. 15.15 લાખની રોકડ રકમ કબજે કરી છે.

LCBની ટીમે ટેક્નિકલ તપાસ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી

મળતી માહિતી અનુસાર, દાહોદ શહેરમાં આવેલી હાંડા હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ટેબલનાં ત્રણ ડ્રોવરના તાળા તોડીને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ મામલે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા દાહોદ LCBની ટીમે ટેક્નિકલ તપાસ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્ત્વની કડીઓ મળી હતી, જેના આધારે ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોની ઓળખ થઈ હતી.

15.15 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી

બંને આરોપીઓ ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વિજય ઉર્ફે ગીમા મીનામા અને અમર ઉર્ફે અમરસિંગ પલાસ નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓનાં ઘરેથી ચોરી કરવામાં આવેલી સંપૂર્ણ રૂ. 15.15 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.

આ કાર્યવાહીથી હાંડા હોસ્પિટલમાં થયેલી મોટી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ટેક્નિકલ તપાસ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં LCBને સફળતા મળી હતી. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ પોલીસની આ કામગીરીને કારણે હોસ્પિટલમાં થયેલી મોટી રકમની ચોરીનો કેસ ઉકેલવામાં મહત્ત્વની સફળતા મળી છે.

આ પણ વાંચો : Mehsana : ખેરાલુ નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, શુભમ પટેલની થઈ જીત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.