Get News Alerts

Never miss breaking news updates.

Dahod માં નેત્રમ CCTV કંટ્રોલ સેન્ટરમાં આગ, બે AC બળીને ખાખ, ઘટનામાં કોઈ જાનહાની નહી

Dahod માં એસપી ઓફિસ નજીક આવેલા નેત્રમ CCTV કંટ્રોલ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંટ્રોલ સેન્ટરના ઇલેક્ટ્રિક પેનલ રૂમમાં રહેલા ACમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 12:34 PM IST
Dahod માં નેત્રમ CCTV કંટ્રોલ સેન્ટરમાં આગ, બે AC બળીને ખાખ, ઘટનામાં કોઈ જાનહાની નહીDahod માં નેત્રમ CCTV કંટ્રોલ સેન્ટરમાં આગ, બે AC બળીને ખાખ, ઘટનામાં કોઈ જાનહાની નહી

Dahod AC Blast

Dahod : પ્રાથમિક વિગતો મુજબ, ઇલેક્ટ્રિક પેનલ રૂમમાં આવેલા બે ACમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા જ કંટ્રોલ સેન્ટરમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. જોકે, કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક રીતે બહાર નીકળી જઈ પોતાનો બચાવ કર્યો હતો.

જેના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, ઇલેક્ટ્રિક પેનલ રૂમના ACમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે જોતજોતામાં બંને ACને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગની ઘટનાને પગલે કંટ્રોલ સેન્ટરમાં હાજર કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ હતી અને તાત્કાલિક બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એસીમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી

ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ટીમની કામગીરીના પગલે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં ઇલેક્ટ્રિક પેનલ રૂમમાં રહેલા બંને AC બળીને ખાખ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જોકે, સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ખાસ કરીને કંટ્રોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ સમયસૂચકતાથી બહાર નીકળી જતા કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

હાલ આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે અંગેની વિગતો સામે આવી નથી. આગનું કારણ જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે. આ ઘટના બાદ ઇલેક્ટ્રિક પેનલ રૂમ અને ત્યાં લગાવવામાં આવેલા ઉપકરણોની સુરક્ષા અંગે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. ફિલહાલ, દાહોદના નેત્રમ CCTV કંટ્રોલ સેન્ટરમાં લાગેલી આગ પર ફાયર ફાઈટર ટીમે સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો : Gandhinagar : ગુજરાતમાં રોડ-બાંધકામને ગતિ આપવા મોટો નિર્ણય, ટેન્ડર મંજૂરી હવે 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે