Gujaratના 11.42 કરોડના ડિજિટલ અરેસ્ટ કેસમાં CBIની મોટી કાર્યવાહી, બે આરોપીની કરી ધરપકડ


Gujarat
Gujaratના 11.42 કરોડના ડિજિટલ અરેસ્ટ કેસમાં CBIની મોટી કાર્યવાહી, બે આરોપીની કરી ધરપકડ


Gujarat
Gujarat : ગુજરાતમાં 11.42 કરોડની ડિજિટલ અરેસ્ટ છેતરપિંડીના કેસમાં CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ 'ઓપરેશન ચક્ર-VI' અંતર્ગત બે વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે કેસમાં તપાસનો વ્યાપ વધુ વધ્યો છે. CBIએ આ કાર્યવાહી દરમિયાન દેશના 10 રાજ્યોમાં એકસાથે 22 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
તપાસ મુજબ, સાયબર ગુનેગારોએ પીડિતને પોલીસ અને TRAI અધિકારી તરીકે ઓળખ આપી હતી. આરોપીઓએ પીડિતને લગભગ ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી રાખ્યો હતો. ત્યારબાદ વિવિધ બહાના અને કાયદાકીય કાર્યવાહીનો ભય બતાવી પીડિત પાસેથી કુલ ₹11.42 કરોડની રકમ પડાવી લેવામાં આવી હતી.
તપાસ એજન્સીનો શું છે આરોપ?
CBIની તપાસમાં સામે આવ્યું છે કે છેતરપિંડીની રકમમાંથી આશરે ₹2.5 કરોડ Hexaquest Global Pvt. Ltd.ના બેન્ક ખાતામાં મેળવવામાં આવ્યા હતા. આ રકમને આગળ અલગ-અલગ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને મની ટ્રેલ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો તપાસ એજન્સીનો આરોપ છે. આ મામલે CBIએ હિમાશું પ્રસાદ અને યુનિસ બિસ્વાસ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પર છેતરપિંડીથી મેળવેલી રકમને વિવિધ ખાતાઓમાં મોકલીને નાણાકીય લેવડદેવડની કડી છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે.
ડિજિટલ અને નાણાકીય પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે
સર્ચ દરમિયાન તપાસ એજન્સીને બેન્ક સંબંધિત દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ, ચેટ્સ, સંદેશાઓ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ મળી આવ્યા છે. CBI દ્વારા આ ડિજિટલ અને નાણાકીય પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. CBIના જણાવ્યા અનુસાર, છેલ્લા 30 દિવસમાં ડિજિટલ ફ્રોડના ચાર અલગ-અલગ કેસોમાં 22 રાજ્યોના 142 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડી સામે CBIની આ કાર્યવાહીથી સાયબર ફ્રોડના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.
આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની થાળીમાં જીવાત જોવા મળી





