Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : ધોળા દિવસે મહિલાની હત્યા! કાલાવડ રોડ પર મચી ચકચાર

Rajkot : રાજકોટ શહેરમાં ધોળા દિવસે મહિલાની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. કાલાવડ રોડ પર આવેલા મટુકી રેસ્ટોરન્ટ પાછળ મહિલાની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 02:05 PM IST
Rajkot : ધોળા દિવસે મહિલાની હત્યા! કાલાવડ રોડ પર મચી ચકચારRajkot : ધોળા દિવસે મહિલાની હત્યા! કાલાવડ રોડ પર મચી ચકચાર

Rajkot

Rajkot : રાજકોટ શહેરમાં ધોળા દિવસે મહિલાની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. કાલાવડ રોડ પર આવેલા મટુકી રેસ્ટોરન્ટ પાછળ એક મહિલાની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા

મળતી માહિતી મુજબ, મૃતક મહિલાની ઓળખ ગીતાબેન કિશોરભાઈ વાજા તરીકે થઈ છે. મહિલા કયા સંજોગોમાં ત્યાં પહોંચી અને તેની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. DCP ઝોન-2 રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળની આસપાસ તપાસ શરૂ કરી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ

મહિલાની હત્યા કયા હથિયારથી કરવામાં આવી, ઘટનાને અંજામ આપનાર આરોપી કોણ છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે અંગત અદાવત, પરિચિત વ્યક્તિ સાથેનો વિવાદ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હત્યાના આરોપીને ઝડપી પાડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, LCB સહિતની પોલીસ ટીમો દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ તેમજ સંભવિત સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિચિતો અને પરિવારજનો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. હત્યા પાછળનું રહસ્ય ઉકેલવા માટે પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીની ધરપકડ બાદ જ હત્યાનું ચોક્કસ કારણ તથા ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Amreli : સરંભડા ગામે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન, ગ્રામજનોએ ખનીજ અધિકારી સમક્ષ રામ ધૂન બોલાવી કર્યો વિરોધ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.