Get News Alerts

Never miss breaking news updates.

Dahod : જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અલ્પાહાર યોજનાનો શુભારંભ

Dahod : સુખસર તાલુકા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કંથાગર ખાતે રાજ્ય મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરાઈ.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 02:37 PM IST
Dahod : જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અલ્પાહાર યોજનાનો શુભારંભDahod : જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અલ્પાહાર યોજનાનો શુભારંભ

Dahod

Dahod : દાહોદ જિલ્લાના સુખસર તાલુકા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કંથાગર ખાતે રાજ્ય મંત્રી રમેશ કટારાના અધ્યક્ષસ્થાને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત અલ્પાહાર પૂરો પાડવાની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ન્યૂ ગુજરાત પેટર્ન 2026-27 અંતર્ગત પ્રાયોજના વહીવટદારની કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આ વિશિષ્ટ પહેલને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન

સમગ્ર ગુજરાત રાજ્યમાં દાહોદ પ્રથમ એવો જિલ્લો બન્યો છે, જ્યાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ દિવસને જિલ્લા માટે ઐતિહાસિક ગણાવતા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાએ વિદ્યાર્થીઓના આરોગ્ય અને શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે સરકારની આ વિશિષ્ટ પહેલને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન ગણાવી છે.

પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો

કાર્યક્રમ બાદ મંત્રી રમેશ કટારાએ વિદ્યાર્થીઓને અલ્પાહાર પીરસ્યો હતો અને તેમની સાથે પંક્તિમાં બેસી ભોજન ગ્રહણ કરીને યોજનાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં સર્વપ્રથમવાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અલ્પાહાર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો. આ સમગ્ર કાર્યક્રમનું સમાપન આદરપૂર્વક રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Ambaji : ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો સંકલ્પ, અંબાજી પદયાત્રા માટે GPCBની ખાસ પર્યાવરણ યાત્રા, વાંચો Inside Story

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.