Amul Lassi Price: અમૂલ દૂધ બાદ હવે દહીં અને લસ્સી પણ થઈ મોંઘી, 14 નવેમ્બરથી નવા ભાવ લાગુ

Amul Lassi Price: મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય ગ્રાહકો માટે વધુ એક મોંઘા સમાચાર સામે આવ્યા છે. અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ હવે અમૂલના દહીં અને લસ્સીના ભાવમાં પણ
Kunjan Shukal
Kunjan Shukal
Amul Lassi PriceAmul Lassi Price

Amul Lassi Price

Amul Lassi Price: મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય ગ્રાહકો માટે વધુ એક મોંઘા સમાચાર સામે આવ્યા છે. અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ હવે અમૂલના દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દ્વારા મસ્તી દહીં અને પ્રો-બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 14 નવેમ્બરથી એટલે કે આજ સવારથી અમલમાં આવી ગયા છે. આ ભાવ વધારાને કારણે દહીં અને લસ્સી ખરીદતા ગ્રાહકોના ખિસ્સા પર વધુ બોજ પડશે.

દહીંની એક કિલોની બકેટ પણ મોંઘી થઈ

અમૂલ મસ્તી દહીંના એક કિલોના પેકેટમાં રૂપિયા 5નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂપિયા 80માં મળતું એક કિલો મસ્તી દહીં હવે રૂપિયા 85માં મળશે. જ્યારે 380 ગ્રામના પેકેટના ભાવમાં રૂપિયા 2નો વધારો થયો છે. અગાઉ રૂપિયા 35માં મળતું આ પેકેટ હવે રૂપિયા 37માં મળશે. આ ઉપરાંત અમૂલ મસ્તી દહીંની એક કિલોની બકેટ પણ મોંઘી થઈ છે. અગાઉ રૂપિયા 115માં મળતી દહીંની બકેટ માટે હવે ગ્રાહકોએ રૂપિયા 120 ચૂકવવા પડશે. બીજી તરફ અમૂલની પ્રો-બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂપિયા 15માં મળતી લસ્સી હવે રૂપિયા 17માં મળશે.

ગૃહિણીનું બજેટ ખોરવાશે

નવા ભાવ મુજબ હવે મસ્તી દહીં 1 કિલોનો ભાવ 85 રૂપિયા રહેશે તો પ્રો-બાયોટિક રોઝ લસ્સીનો ભાવ 17 રૂપિયા રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઘી અને બટર બાદ દૂધના ભાવમાં પણ વધારો થયો હતો. હવે દહીં અને લસ્સી મોંઘાં થતા અમૂલના ઉત્પાદનો ખરીદતા ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડશે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય વસ્તુઓના ભાવમાં સતત વધારો થવાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર પણ તેની અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Porbandar Fishing Boat Accident: પોરબંદરની ફિશિંગ બોટને અજાણી શિપે મારી જોરદાર ટક્કર, રૂપિયા 20 લાખનું નુકસાન