Kali Chaudas 2026 : સાળંગપુરધામમાં કાળી ચૌદશની ભવ્ય ઉજવણી, હજારો ભક્તોએ કષ્ટભંજનદેવના દર્શન કરી સમૂહ યજ્ઞનો લાભ લીધો

Kali Chaudas 2026 : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા કાળી ચૌદશના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
Vivek Shah
Vivek Shah
Kali Chaudas 2026 સાળંગપુર ધામ યજ્ઞKali Chaudas 2026 સાળંગપુર ધામ યજ્ઞ

Kali Chaudas 2026 સાળંગપુર ધામ યજ્ઞ

Kali Chaudas 2026 : તા.7 નવેમ્બર, 2026ના રોજ યોજાયેલા આ મહોત્સવમાં હજારો હરિભક્તો, યજમાનશ્રીઓ અને મહેમાનોએ ભાગ લીધો હતો. વિશાળ યજ્ઞમંડપમાં હનુમાનજી દાદાના વિશેષ પૂજન, સમૂહ મારુતિ યજ્ઞ, અભિષેક અને અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાળી ચૌદશ નિમિત્તે કષ્ટભંજનદેવને વિશેષ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો.

દાદાને હીરાજડિત મુગટ, પોપટની ડિઝાઇનવાળો રજવાડી ફૂલ, કમળની ડિઝાઇનવાળો મુગટ, રંગબેરંગી મયૂરપંખના વાઘા અને મોતીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં મોતી અને પુષ્પોથી સુંદર સજાવટ કરવામાં આવી હતી. કલાત્મક મોરની રચનાઓએ પણ મંદિરની શોભામાં વધારો કર્યો હતો.

દાદાના ધામમાં વિશેષ યજ્ઞ

મહોત્સવની શરૂઆત સવારે 5:30 કલાકે મંગળા આરતીથી થઈ હતી. આ આરતી કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7 વાગ્યે શણગાર આરતી યોજાઈ હતી. સવારે 8 વાગ્યે હનુમાનજી દાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો.

સવારે 11:15 કલાકે છપ્પનભોગ અન્નકૂટ આરતી યોજાઈ હતી. બપોરે 12:30 કલાકે સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈને દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.કાળી ચૌદશના પર્વને ધ્યાનમાં રાખીને મંદિર અને સમગ્ર પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

View post on Instagram

દાદાના ધામમાં ભકતોનું ઘોડાપૂર

ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે રહેવા, જમવા, યજ્ઞમંડપ અને પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના સંતમંડળ અને પાર્ષદમંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાનજી દાદાના રસોડામાં ભક્તો માટે વિવિધ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પુરી, શીરો, મોહનથાળ, દાળ-ભાત, શાક અને ખમણ સહિતની વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સવારથી જ દર્શનાર્થે આવેલા ભક્તો માટે ચા, પાણી, નાસ્તા અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આમ, કાળી ચૌદશના પવિત્ર દિવસે સાળંગપુરધામમાં ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક પરંપરાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કષ્ટભંજનદેવના દિવ્ય શણગારનાં દર્શન અને સમૂહ મારુતિ યજ્ઞ સાથે મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. સાળંગપુરધામની આ ઉજવણી ફરી એકવાર ભક્તોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની રહી હતી.

View post on Instagram

આ પણ વાંચો : Gujarat Education : દિવાળીની રજાઓમાં પણ શિક્ષણ વિભાગની કામગીરી, D.El.Ed.ના પ્રથમ દિવસે 1500 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો