Salangpur Temple : સાળંગપુરધામમાં દીપોત્સવનો દિવ્ય માહોલ, કષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘા અને ફૂલોથી કરાયો વિશેષ શણગાર

Salangpur Temple : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દીપોત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek Shah
Salangpur Temple સાળંગપુર ધામ દિવાળી શણગારSalangpur Temple સાળંગપુર ધામ દિવાળી શણગાર

Salangpur Temple સાળંગપુર ધામ દિવાળી શણગાર

Salangpur Temple : તારીખ 8 નવેમ્બર, 2026ના રોજ કષ્ટભંજનદેવ દાદાને સિલ્વર ડાયમંડ વાઘા તેમજ ગળગોટા અને ગુલાબનાં ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાનું સિંહાસન પણ કેસરી અને પીળા ગળગોટાનાં ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી યોજાઈ હતી, જ્યારે સવારે 7:00 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. દાદાના દિવ્ય શણગારનાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દીપોત્સવના પાવન અવસરે સાળંગપુરધામ મંદિરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4:00થી 6:00 કલાક દરમિયાન વેપારીઓ અને હરિભક્તો માટે સામૂહિક ચોપડાપૂજનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં શારદાપૂજન અને લક્ષ્મીપૂજન પણ કરવામાં આવશે.

દાદાને વિશેષ શણગાર કરાયો

દિવાળીના પર્વે વેપારીઓ માટે ચોપડાપૂજનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોય છે. નવા વર્ષના પ્રારંભ પહેલાં શુભ મુહૂર્તમાં ચોપડાની પૂજા કરીને વેપારીઓ નવા હિસાબોની શરૂઆત કરે છે. સાળંગપુરધામમાં આ પ્રસંગે મોટી સંખ્યામાં વેપારીઓ અને હરિભક્તો જોડાશે તેવી અપેક્ષા છે. સાંજે 6:30 કલાકે હજારો દીવડાઓ સાથે ભવ્ય સમૂહ સંધ્યા આરતી યોજાશે.

મંદિર પરિસરમાં રોશની કરાઈ

દીવડાઓના પ્રકાશથી મંદિર અને સમગ્ર પરિસર ઝળહળી ઊઠશે. આ ઉપરાંત રાત્રે 7:30થી 8:00 કલાક દરમિયાન ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરને પણ રોશની અને દીવડાઓથી શણગારવામાં આવ્યું છે. આમ, દીપોત્સવ નિમિત્તે સાળંગપુરધામમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવનો અનોખો સંગમ જોવા મળશે. કષ્ટભંજનદેવ દાદાના દિવ્ય શણગારથી લઈને હજારો દીવડાઓની સમૂહ આરતી અને આતશબાજી સુધીના કાર્યક્રમો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પણ વાંચો : Police Panchat : ગાંધી આશ્રમ નજીકના પોલીસ સ્ટેશનના PI નો હાથ છેલ્લે સમાજ તરફ વળ્યો, ભાઈ લાલજી કોણ છે? વહિવટમાં આશીર્વાદ ઉતર્યા છે