Police Panchat : ગાંધી આશ્રમ નજીકના પોલીસ સ્ટેશનના PI નો હાથ છેલ્લે સમાજ તરફ વળ્યો, ભાઈ લાલજી કોણ છે? વહિવટમાં આશીર્વાદ ઉતર્યા છે


Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ
Police Panchat : ગાંધી આશ્રમ નજીકના પોલીસ સ્ટેશનના PI નો હાથ છેલ્લે સમાજ તરફ વળ્યો, ભાઈ લાલજી કોણ છે? વહિવટમાં આશીર્વાદ ઉતર્યા છે


Police Panchat ગુજરાત અને અમદાવાદ પોલીસ
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
નોકરી સોનાની નગરીમાં અને વહિવટ અમદાવાદ શહેરમાં, ભાઈ આ લાલજી પર તો લક્ષ્મીજીના ભરપૂર આશીર્વાદ છે
અરે રે ભાઈ લાલજી દેસાઈ અમદાવાદ શહેરમાં તમારા વટની વાત તો કંઈક અલગ જ છે, જિલ્લા બદલીમાં તેમની નોકરી દેવભૂમિ દ્વારકા છે અને તેઓ વહિવટ અમદાવાદમાં અલગ-અલગ 3 જગ્યાનો કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે, લાલજી દેસાઈ કે જેઓ વહિવટમાં અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા અને તેમને સજાના ભાગરૂપે બદલી અમદાવાદ બહાર કરવામાં આવી હતી, પણ લાલજી ભાઈને વહિવટનો ચસકો છૂટકો નથી અને એક બે નહી પણ 3-3 જગ્યાઓનો વહિવટ કરી રહ્યાં છે.
લાગે છે કે લાલજીભાઈને હવે વહિવટ વીના ચાલશે જ નહી અને લાલજીભાઈ તો પહેલેથી મોટા અને જાણીતા વહિવટદાર છે, તો તેમની નીચે પેટા વહિવટદારો પણ છે, તો મળતી માહિતી અનુસાર લાલજી દેસાઈ ટ્રાફિકના એક ઉચ્ચ અધિકારી, મણિનગર પોલીસ સ્ટેશન અને જી ડિવિઝન ટ્રાફિકનો વહિવટ કરી રહ્યાં છે અને તેમણે પણ પેટા વહિવટદાર ગોઠવી દીધા છે જેના કારણે તેમનું નામ ના આવે, પણ ભાઈ શ્રી આ વાત તો એવી છે કે જે કયારેય છૂપી ના રહે. તો લાલજીભાઈ હવે વહિવટનો ચસકો થોડો ઓછો કરી નાખો અને તમારી જે જગ્યાએ નોકરી છે ત્યાં નોકરી કરો તો સારી વાત છે, બાકી દેવભૂમિ દ્વારાકાના મોટા અધિકારી તમારા સામે કડક પગલા ભરે તો નવાઈ નહી.
ગાંધી આશ્રમની નજીક આવેલા એક પોલીસ સ્ટેશનના PI સાહેબે તેમના જ સમાજના માણસને વહિવટ પકડાવી દીધો
વાડજ પોલીસ સ્ટેશન કે આમ જોતા એવું લાગે કે નાનું પોલીસ સ્ટેશન છે પણ વિસ્તારની રીતે જોઈએ તો નાનું નથી લાગતું કેમ કે એક પોલીસ સ્ટેશનમાં 2 વહિવટદારો રાજ કરી રહ્યાં છે.એકનું નામ નરેન્દ્રસિંહ છે અને તેમની નોકરી ટ્રાફિક એ ડિવિઝનમાં છે, તો બીજા વહિવટદાર કે જેમની નોકરી રાણીપ પોલીસ સ્ટેશનમાં છે. તો આ પોલીસ સ્ટેશનમાં એવું તો શું રળી લેવાનું હશે કે પીઆઈએ 2 વહિવટદાર રાખવા પડયા, તો નરેન્દ્રસિહની નોકરી રાણીપ છે અને તેઓ નોકરી નહી કરતા હોય? તો બીજી તરફ નરેન્દ્રસિંહની નોકરી એ ડિવિઝન ટ્રાફિકમાં છે તો શું આ બન્ને જણાં નોકરીમાં ગુલ્લી મારતા હશે કે શું તેને લઈ ચર્ચાએ દોર શરૂ થયો છે, ત્યારે આ બન્ને વહિવટદારની નવી નોકરી કે કંપનીમાં આવે તો નવાઈ નહી.
એ ડિવિઝનના ચાર્જના એસીપી કરતા વચેટિયા વહિવટદાર લાલજીનો દબદબો વધુ?
હાલમાં એ ડિવિઝનના એસીપી ચાર્જમાં ચાલી રહ્યાં છે અને અન્ય લોકોને તેનો લાભ ભરપૂર મળી રહ્યો છે, તો લાલજી દેસાઈના એ ડિવિઝનનો આંટાફેરા વધુ સફળ રહ્યાં છે, સૂત્રોનું કહેવું છે કે, ચાર્જના એસીપી કરતા લાલજીભાઈનો વધુ દબદબો છે, તો લાલજીભાઈને એવું શું મળતું હતુ કે 3 પોલીસ સ્ટેશનની સાથે તેમને એ ડિવિઝન એસીપી એ ડિવિઝન ફ્રીમાં મળી ગયું છે, જો એસીપીએ એ ડિવિઝનનો ચાર્જ સ્પેશિયલ બ્રાન્ચ અને કંટ્રોલ બ્રાન્ચમાં રહેલા કોઈ એસીપીને સોંપવામાં આવે તો ડિવિઝનની ઓફિસમાં વધુ સરળતા અને પ્રમાણિકતા રહેશે.
તો લાલજીભાઈને તો ઘી કેળા જ છે પણ જે એસીપી કંટ્રોલમાં અને અન્ય શાખાઓમાં શાંતિથી બેઠા છે તેમને એ ડિવિઝનનો ચાર્જ આપી દેવામાં આવે તો અન્ય ચાર્જમાં રહેલા એસીપી સાહેબને પણ થોડી રાહત મળે અને એજન્સીમાં સાઈડમાં બેઠેલા અધિકારીને પણ એવું થાય કે તેમને કોઈ પોસ્ટિંગ મળ્યું અમદાવાદ શહેરમાં.
એક જ પોલીસ સ્ટેશનમાં 5 વર્ષથી વધુ સમય થયો હોય તેવા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની આવશે બદલી
અમદાવાદ શહેરમાં દિવાળી બાદ બદલીનો દોર શરૂ થવાનો છે, પીઆઈની તો બદલી આવશે સાથે સાથે એક જ પોલીસ સ્ટેશનમાં 5 વર્ષ કરતા વધુ સમય થયો હોય અને તેમની બદલી આવી ના હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી આવશે તેવી વાત પોલીસ બેડામાં વહેતી થઈ છે, તો આ લિસ્ટ બનીને તૈયાર પણ થઈ ગયું છે સાથે સાથે ઘણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બદલાશે તો જ પોલીસ સ્ટેશનોમાં મહેકમ ઓછી છે તે પોલીસ સ્ટેશનમાં પણ વધુ મહેકમ ફાળવવામાં આવે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે.
લિસ્ટ તો તૈયાર છે સાથે સાથે બસ એક સહી થઈ જાય એટલે બદલીઓ આવી જશે અને હા પીઆઈની બદલીઓ પણ આવશે કેમકે નવરાત્રિ પણ પતી ગઈ અને દિવાળી પણ પૂર્ણ થશે પણ હા આ બધી બદલી આવશે તો દિવાળી પછી, તો ક્રાઈમની એજન્સીમાં પણ મોટા ફેરફાર આવી શકે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે.
ગુજરાત પોલીસના 6 અધિકારી ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2026’થી સન્માનિત થયા
રાષ્ટ્રીય એકતા દિવસે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરક્ષા દળોના મનોબળને પ્રોત્સાહન આપવા અને ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવા માટે દેશભરમાંથી કુલ 490 કર્મીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસના 6 અધિકારીઓએ વિશેષ ગૌરવ હાંસલ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર જાહેરાત અનુસાર, ગુજરાત રાજ્ય પોલીસના 6 અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં અનુકરણીય કામગીરી બદલ આ પ્રતિષ્ઠિત પદક એનાયત કરવામાં આવ્યું છે. જેમાં એસપી અંશુલ જૈન, એએસપી સિમરન ભારદ્વાજ, ડીવાયએસપી રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ પદક માટે પસંદગી પામેલા અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે,"ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે."




