Jamnagar News: જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, ગૌસેવા અને મહાપ્રસાદ સહિત સેવાકીય કાર્યક્રમો યોજાયા


Jamnagar Jalaram Bapa Jayanti 2026
Jamnagar News: જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, ગૌસેવા અને મહાપ્રસાદ સહિત સેવાકીય કાર્યક્રમો યોજાયા


Jamnagar Jalaram Bapa Jayanti 2026
Jamnagar News: શહેરમાં પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. જન્મજયંતીના પાવન અવસરે ધાર્મિક કાર્યક્રમોની સાથે ગૌસેવા, થેલેસેમિયા નિદાન કેમ્પ સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગરના વિવિધ જલારામ મંદિરો અને સ્થળોએ હજારો શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

1999થી જન્મજયંતિ ઉજવવાની પરંપરા
જામનગરમાં વર્ષ 1999થી જલારામ બાપાની જન્મજયંતિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારતક સુદ સાતમ અને સોમવારના પવિત્ર સંયોગે બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગૌસેવા અને થેલેસેમિયા નિદાન કેમ્પ
ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે ગૌમાતાને લીલું ઘાસ અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજન દ્વારા જીવદયા અને ગૌસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ સમાજના લોકોના આરોગ્યની ચિંતા સાથે થેલેસેમિયા નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ઉજવણીની સાથે માનવસેવા અને જીવદયાને પ્રાધાન્ય આપીને જલારામ બાપાના સેવાભાવનાના સંદેશને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હજારો ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા
જન્મજયંતિ નિમિત્તે રઘુવંશી લોહાણા જ્ઞાતિના અંદાજે 20થી 25 હજાર ભાઈ-બહેનો સમૂહ પ્રસાદનો લાભ લેશે. જ્યારે હાપા જલારામ મંદિર ખાતે સાંજે 10થી 15 હજાર અને સાધના કોલોની જલારામ મંદિર ખાતે 8થી 10 હજાર ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, ધાર્મિક આસ્થા, જીવદયા, આરોગ્યલક્ષી સેવાઓ અને સમૂહ પ્રસાદના અનોખા સંગમ સાથે જામનગરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Jamnagar News: હાપા જલારામ મંદિરમાં ભવ્ય જલારામ જયંતીની ઉજવણી, 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ આકર્ષણનું કેન્દ્ર




