BJP Snehmilan 2026: ગુજરાતની 182 બેઠક પર ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન, PM મોદીએ કાર્યકર્તાઓનો માન્યો આભાર

BJP Snehmilan 2026: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2026ની તૈયારીઓના ભાગરૂપે ભાજપ દ્વારા સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેજ કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
ગુજરાતની 182 બેઠક પર ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલનગુજરાતની 182 બેઠક પર ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન

ગુજરાતની 182 બેઠક પર ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન

BJP Snehmilan 2026: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2026ની તૈયારીઓના ભાગરૂપે ભાજપ દ્વારા સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેજ કરવામાં આવી છે. આજે 22 નવેમ્બરના રોજ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

PMની જનસેવાની સફર દર્શાવતી ટૂંકી ફિલ્મ રજૂ કરવામાં આવી

સ્નેહમિલનની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના જાહેર જીવન અને જનસેવાની સફર દર્શાવતી ટૂંકી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો આટલો સહકાર ન મળ્યો હોત તો ગુજરાતની આટલી સેવા કરી શક્યા ન હોત. ઓક્ટોબરમાં જનસેવાના 25 વર્ષ પૂર્ણ થયા હોવાનું જણાવી તેમણે કાર્યકર્તાઓના પરિશ્રમને ગુજરાત, દેશ અને અનેક રાજ્યોની સેવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

વર્ષ 2001માં ગુજરાતમાં ભૂકંપ બાદ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછીની પ્રથમ દિવાળીને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, તે સમયે ભૂકંપ પીડિતોની વચ્ચે જઈ તેમના દુઃખમાં સહભાગી થવાનો નિર્ણય કર્યો હતો. તહેવારોની સાચી ખુશી બીજાના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવામાં છે તેમ તેમણે કહ્યું હતું.

શું કહ્યું DyCM હર્ષ સંઘવીએ?

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહીને કામ કરે છે અને જનતાને વડાપ્રધાન મોદી પર વિશ્વાસ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી વિસ્તારોમાં 72 કલાક રોકાઈ લોકોની સમસ્યાઓ જાણી હતી. હવે રાજ્યના મંત્રીઓ પણ અલગ-અલગ વિધાનસભા વિસ્તારોમાં 72 કલાક રોકાઈ લોકો સાથે સંવાદ કરશે. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાર્યકર્તાઓનું માન જાળવવા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 262મું અંગદાન, 5 દર્દીઓને મળશે નવજીવન