Get News Alerts

Never miss breaking news updates.

શ્રાવણના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું ભાવનગર

Shravan Last Monday Bhavnagar: પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે ભાવનગર શહેર સહિત આસપાસના વિસ્તારોના શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન મહાદેવના દર્શન...
R Gajjar
R GajjarUpdated on: 07 Sep 2026 01:15 PM IST
શ્રાવણના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું ભાવનગરશ્રાવણના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું ભાવનગર

Shravan Last Monday Bhavnagar

Shravan Last Monday Bhavnagar: પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે ભાવનગર શહેર સહિત આસપાસના વિસ્તારોના શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન મહાદેવના દર્શન માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને જશોનાથ મહાદેવ અને બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના અને જળાભિષેક કર્યો હતો.

WhatsApp Image 2026-09-07 at 11.35.26 AM (1).webp

શિવભક્તોએ મહાદેવને બિલ્વપત્ર, પુષ્પ અને વિવિધ પૂજા સામગ્રી અર્પણ કરી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. શ્રાવણના અંતિમ સોમવારને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરોમાં વહેલી સવારથી જ ‘હર હર મહાદેવ’ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય તથા શિવમય બની ગયું હતું.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]