Railway News : યાત્રીઓની સુવિધા માટે 24 નવેમ્બરે પાલિતાણાથી બાંદ્રા માટે વિશેષ ટ્રેન દોડશે, ટિકિટ બુકિંગ શરૂ

Railway News : યાત્રીઓની સુવિધા અને ટ્રેનમાં વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Vivek Shah
Vivek Shah
Railway News પાલિતાણાથી બાંદ્રા માટે વિશેષ ટ્રેન દોડશેRailway News પાલિતાણાથી બાંદ્રા માટે વિશેષ ટ્રેન દોડશે

Railway News પાલિતાણાથી બાંદ્રા માટે વિશેષ ટ્રેન દોડશે

Railway News : આ વિશેષ ટ્રેન 24 નવેમ્બર, 2026ના રોજ પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે દોડશે. મુસાફરો માટે ટ્રેનનું ટિકિટ બુકિંગ 21 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા વિશેષ ભાડા સાથે આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.

બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09035, 22 નવેમ્બર, 2026ના રોજ બાંદ્રા ટર્મિનસથી બપોરે 16:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:00 કલાકે પાલિતાણા પહોંચશે.

ટિકિટ બુકિંગ શરૂ

પરત ફરતી વખતે પાલિતાણા-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09036, 24 નવેમ્બર, 2026ના રોજ પાલિતાણાથી રાત્રે 20:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12:00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ વિશેષ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ સ્ટોપેજના કારણે ભાવનગર વિસ્તારથી મુંબઈ અને ગુજરાતના વિવિધ શહેરોમાં મુસાફરી કરતા લોકોને સુવિધા મળશે. ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.

રેલવેની વેબસાઈટ પરથી બુકિંગ થઈ શકશે

ટ્રેન નંબર 09035 અને 09036નું ટિકિટ બુકિંગ 21 નવેમ્બર, 2026થી તમામ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરો ટ્રેનના સમય, સ્ટોપેજ, કોચની રચના અને અન્ય વિગતો જાણવા ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી પાલિતાણા અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા યાત્રીઓને વધારાની ટ્રેનની સુવિધા મળશે અને મુસાફરોની ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

આ પણ વાંચો : Babarkoat Tulsi Vivah : બાબરકોટમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે તુલસીવિવાહની ભવ્ય ઉજવણી, ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી