Babarkoat Tulsi Vivah : બાબરકોટમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે તુલસીવિવાહની ભવ્ય ઉજવણી, ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી


Babarkoat Tulsi Vivah બાબરકોટમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે તુલસીવિવાહની ઉજવણી
Babarkoat Tulsi Vivah : બાબરકોટમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે તુલસીવિવાહની ભવ્ય ઉજવણી, ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી


Babarkoat Tulsi Vivah બાબરકોટમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે તુલસીવિવાહની ઉજવણી
Babarkoat Tulsi Vivah : ભગવાન દ્વારકાધીશ અને તુલસી માતાજીના વિવાહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર ગામમાં ભક્તિભાવ, ધાર્મિક ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
આ ધાર્મિક મહોત્સવમાં આજુબાજુનાં ગામોમાંથી હજારો દીકરીઓ, કન્યાઓ અને બાળાઓ ઉપસ્થિત રહી તુલસી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક પરંપરા મુજબ દીકરીઓ દ્વારા શેરડીના સાંઠા ઠાકર ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પરંપરાને પગલે મહોત્સવમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
વાજતે-ગાજતે જાન અને ભવ્ય તુલસીવિવાહ
તુલસીવિવાહ પ્રસંગે જાફરાબાદથી વાજતે-ગાજતે જાન બાબરકોટ ગામે આવી પહોંચી હતી. જાનૈયાઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશ અને તુલસી માતાજીના વિવાહની વિવિધ ધાર્મિક વિધિઓ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.
માંડવા પક્ષ તરફથી હિતેષભાઈ નનાભાઈ ભાલિયાએ કન્યાદાનની પવિત્ર વિધિ કરી હતી. લગ્નોત્સવ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક વિધિઓ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
શેરડીના સાંઠા અર્પણ કરી દીકરીઓએ તુલસી માતાના દર્શન કર્યા
આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા ગામના યુવાનો, મહિલા મંડળો અને ગ્રામજનોએ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો. ગામના સરપંચ અનકભાઈ સાંખટે ધાર્મિક ઉત્સવોને સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આવા ધાર્મિક આયોજનોથી ગામના લોકો એકસાથે જોડાય છે અને નવી પેઢીને સંસ્કૃતિ તથા ધાર્મિક પરંપરાઓથી પરિચિત થવાની તક મળે છે.
બાબરકોટમાં યોજાયેલા આ તુલસીવિવાહ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ ધાર્મિક ઉત્સવને ભવ્ય બનાવ્યો હતો. ભક્તિ, પરંપરા અને સામાજિક એકતાના સંગમ સમાન આ આયોજનથી સમગ્ર ગામમાં ઉત્સવમય વાતાવરણ છવાઈ ગયું હતું.




