Ahmedabad News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 23મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ

Ahmedabad News: સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય સ્મારક ખાતે TNAIની ગુજરાત રાજ્ય શાખા દ્વારા આયોજિત 23મી રાજ્ય કૉન્ફરન્સનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે શુભારંભ કરાયો.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 07:15 PM IST
Ahmedabad News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 23મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભAhmedabad News: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 23મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ

Ahmedabad News

Ahmedabad News: સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય સ્મારક ખાતે ટ્રેઈન્ડ નર્સીસ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TNAI)ની ગુજરાત રાજ્ય શાખા દ્વારા આયોજિત 23મી રાજ્ય કૉન્ફરન્સનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘રિડિફાઈનિંગ ક્લિનિકલ પ્રેક્ટિસ: એમ્પાવરિંગ નર્સ થ્રુ ઇનોવેટિવ ટેક્નોલોજી’ થીમ હેઠળ યોજાયેલી આ એક દિવસીય કૉન્ફરન્સમાં રાજ્યભરમાંથી નર્સિંગ પ્રોફેશનલ્સ જોડાયા હતા.

દયા, પ્રેમ અને કરુણાના ભાવ સાથે દર્દીઓની સેવા કરવાનો સંદેશ આપ્યો

ઉદ્ઘાટન સમારંભમાં મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નર્સિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને દયા, પ્રેમ અને કરુણાના ભાવ સાથે દર્દીઓની સેવા કરવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, કૉન્ફરન્સ જ્ઞાન અને કૌશલ્યના આદાનપ્રદાન માટે કુંભ સમાન છે. પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સતત શીખતા રહેવું જરૂરી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટ્સ માહિતી આપી શકે છે, પરંતુ દર્દીઓની સંભાળમાં માનવીય લાગણી, પ્રેમ અને કરુણાનું સ્થાન લઈ શકતા નથી. દર્દીને દવા સાથે યોગ્ય વર્તન અને સંવેદનશીલ સારસંભાળ પણ એટલી જ જરૂરી છે.

નર્સિંગ પ્રોફેશનલને સાત્વિક ભાવના અને માનવતાપૂર્ણ અભિગમ સાથે કાર્ય કરવા પ્રેરણા આપી

તેમણે કહ્યું કે, દર્દીઓની સેવા અને શ્રેષ્ઠ સારવાર માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા હશે તો દરેક નર્સની અંદર રહેલી સેવાભાવનાને નવી ઓળખ મળશે. ગુજરાતના નર્સિંગ પ્રોફેશનલ્સ દેશ-વિદેશમાં આગવી છાપ ઊભી કરે તે માટે સતત પ્રયત્નો કરવા તેમણે આહવાન કર્યું હતું. ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરતાં મંત્રીએ ફળની આશા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે દરેક નર્સિંગ પ્રોફેશનલને સાત્વિક ભાવના અને માનવતાપૂર્ણ અભિગમ સાથે કાર્ય કરવા પ્રેરણા આપી હતી. સમારંભમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનિલકુમાર જે. નાયક, TNAIનાં રાષ્ટ્રીય પ્રમુખ એન્ની કુમાર સહિત તબીબી અને નર્સિંગ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Governmentનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, સહકારી બેન્કો મારફતે ખેડૂતોને 2 ટકા વ્યાજ રાહત માટે રૂપિયા 174.07 કરોડ મંજૂર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.