Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar : રાંધણગેસના બાટલામાંથી ગેરરીતિ આચરવાનું કૌભાંડ ઝડપાયું

Bhavnagar : ભાવનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાળાબજારી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ભાવનગર રેન્જના આઈ.જી.પી તથા પોલીસ અધિક્ષક દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સૂચના આપવામાં આવી.
Kunjan ShuklaUpdated on: 29 Sep 2026 09:36 PM IST
Bhavnagar : રાંધણગેસના બાટલામાંથી ગેરરીતિ આચરવાનું કૌભાંડ ઝડપાયુંBhavnagar : રાંધણગેસના બાટલામાંથી ગેરરીતિ આચરવાનું કૌભાંડ ઝડપાયું

Bhavnagar

Bhavnagar : ભાવનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાળાબજારી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અને માર્ગદર્શન હેઠળ S.O.G.ની વિવિધ ટીમો બનાવી વિસ્તારમાં પેટ્રોલીંગ અને રેકી હાથ ધરવામાં આવી હતી.

33 વર્ષીય યુવકની પોલીસે કરી ધરપકડ

​આ દરમિયાન SOG ટીમના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે કુંભારવાડા રોડ, મોતીતળાવ કાદરી મસ્જિદ સામે આવેલ 'કે.જી.એન. ગેસ સર્વિસ' નામના સ્થળે રાંધણગેસના એક બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ટ્રાન્સફર કરી ગેરરીતિ આચરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મોતીતળાવ વિસ્તારમાં રહેતા 33 વર્ષીય અમીનભાઈ જીવણભાઈ ચૌહાણ નામના ઈસમની ધરપકડ કરી હતી.

12,350ની કિંમતનો સામાન જપ્ત

​સ્થળ પરથી પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલમાં ભારત ગેસ અને ઈન્ડેન કંપનીના રાંધણગેસના કુલ 6 બોટલ, ગેસ રિફિલિંગ માટે વપરાતી ભૂંગળી (રીફિલિંગ પાઈપ) અને ડિજિટલ વજન કાંટો મળી કુલ રૂપિયા 12,350ની કિંમતનો સામાન જપ્ત કર્યો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી SOGના પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ, કાનજીભાઈ નકુમ, અલ્ફાઝભાઈ વોરા તથા મીનાજભાઈ ગોરીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Ankleshwar : GIDCમાં 6 લાખ લીટર ડાઈલ્યૂટ ઈન્ફ્લ્યુઅન્ટ પાણીની ટાંકી ધડાકાભેર તૂટી, 4 લોકોને થઈ ઈજા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.