Bhavnagar Liquor Ban: ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ વર્ષ 1918-19માં દારૂબંધી કરી હતી



Bhavnagar Liquor Ban
Bhavnagar Liquor Ban: ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ વર્ષ 1918-19માં દારૂબંધી કરી હતી



Bhavnagar Liquor Ban
Bhavnagar Liquor Ban: ભારતનો સામ્યવાદી પક્ષ માર્કસવાદીના ગુજરાત પ્રદેશમંત્રી અરુણ મહેતા જિલ્લા મંત્રી અશોક સોમપુરા તથા રાજ્યમંત્રી મંડળના સદસ્ય નલીનીબેન જાડેજા ના જણાવ્યા મુજબ ભાવનગરના આદરણીય મહારાજા સર ભાવસિંહજી દ્વારા વર્ષ 1918 અને 19માં ભાવનગર રાજ્યમાં દારૂબંધી કરવામાં આવી હતી અને આ પ્રશંસનીય કામ ની તકતી આજે પણ શહેરના મોતીબાગ ટાઉનહોલ પાસે બગીચામાં તેઓની પ્રતિમા પાસે મૂકવામાં આવેલ છે.

આ તખતિમા (1) સવન્ત 1958મા ભાવનગર દરબાર બેન્ક, (2) સવન્ત 1967 ખેડૂત સંકટ નિવારણ ફંડ (૩) સવન્ત 1947 પ્રજા પ્રતિનિધિ સભા અને સવન્ત 1947 (ઇસવીસન 1918-19) દારૂ બંધી લખવામાં આવેલ છે -અને તેના કારણે જ ભાવનગરને સંસ્કારી નગરી તરીકે નામના મળી હતી તે નામના ઉપર કલંક લાગ્યું છે અને તે માત્ર ને માત્ર સરકારની દારૂના ધંધાર્થીઓ સાથેની સાંઠ ગાંઠનું સીધું પરિણામ છે.
આ અંગે આજ રોજ સી પી આઈ એમ દ્વારા મુખ્યમંત્રીશ્રીને તેમજ જિલ્લા કલેકટરશ્રીને રજૂઆત કરીને જણાવાયું છે કે બે-ચાર અધિકારીઓને આમથી તેમ બદલી કરવી કે સસ્પેન્ડ કરવાથી દારૂનો ધંધો કરનારાઓને નાથી શકાશે નહીં અને જ્યાં સુધી સરકારનો ભય આવા તત્વોને લાગે નહીં ત્યાં સુધી આવા લઠ્ઠા કાંડો તો થયા જ કરશે અને લોકોની જાનમાલની કોઈ સલામતી રહેશે નહીં. તે માટે આવા તત્વોમાં ભય પેદા થાય તે માટે ગુજરાત સરકારે માત્ર લઠ્ઠા કાંડ માટે નહીં પરંતુ દારૂના ધંધા કરનારાઓને કોર્ટોમાં કોઈપણ પ્રકારના જામીનો ન મળે તેવા પ્રકારનો કાયદામાં સુધારો કરવો જોઈએ અને કડક અને વધુ વર્ષોની સજા ની જોગવાઈઓ કરવી જોઈએ.
ગુજરાત સરકારની રાજકીય ઈચ્છા જ દારૂ બંધ થાય તેવી નથી કારણ કે આ બુટલેગરોનો ઉપયોગ ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવે છે, નેતાઓને અને અધિકારીઓને કરોડો રૂપિયા ની આવક પણ થાય છે,તેમજ સરકારની નીતિ બેધારી છે એક તરફ અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રવાસીઓ ઉતરે પછી બહારના ભાગે ઉતરતા પેસેન્જરો માટે લિકર શોપ બનાવવામાં આવી છે અને બે દારૂની બોટલ લેવાની છૂટ આધાર કાર્ડ કે પાસપોર્ટ રજૂ કરે એટલે આપવામાં આવી છે અને તે જ પેસેન્જર અમદાવાદમાં બે દારૂની બોટલ સાથે દાખલ થાય છે તેમજ ઇનફોસિટીમાં તો ખુલ્લમ ખુલ્લી રીતે સરકારે જ જાહેરનામું બહાર પાડીને દારૂ પીવાની છૂટ આપેલ છે અને ગુજરાતમાં હજારો ડુપ્લીકેટ પરવાનગીઓ આપવામાં આવી છે અને તેના આધારે ગુજરાતમાં દારૂ છૂટથી મળે છે. તેમ અરૂણ મહેતા એ જણાવ્યું હતું.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



