અમદાવાદમાં પ્રોહીબિશન ડ્રાઈવઃ 4 દિવસમાં 437 કેસ, 11,497 વિદેશી દારૂની બોટલ જપ્ત



Ahmedabad Prohibition Drive
અમદાવાદમાં પ્રોહીબિશન ડ્રાઈવઃ 4 દિવસમાં 437 કેસ, 11,497 વિદેશી દારૂની બોટલ જપ્ત



Ahmedabad Prohibition Drive
Ahmedabad Prohibition Drive: અમદાવાદ શહેર પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઈવમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. 18 ઓગસ્ટથી 21 ઓગસ્ટ 2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા અને તપાસ હાથ ધરી કુલ 437 પ્રોહીબિશન કેસ શોધી કાઢવામાં આવ્યા છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન 93 કેસ વિદેશી દારૂના હોવાનું સામે આવ્યું છે. આ કેસોમાંથી 11,497 બોટલ/બીયર જપ્ત કરવામાં આવી છે. વિદેશી દારૂની જપ્ત કરાયેલી સામગ્રીની કિંમત સહિત કુલ રૂ.80.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રેસનોટમાં જણાવાયું છે. આ ઉપરાંત શહેરમાં 334 દેશી દારૂના કેસ પણ નોંધવામાં આવ્યા છે. દેશી દારૂના કેસોમાં પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
3 મહત્વની મોટી કાર્યવાહી
સોલા પોલીસ સ્ટેશન: વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ ફોર્ડ ફ્રીસ્ટાઇલ કાર મળી કુલ રૂ.6.91 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી.
સાબરમતી પોલીસ સ્ટેશન: વિદેશી દારૂની બોટલો અને રોકડ રકમ મળી કુલ રૂ.3.02 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપી સામે ગુનો નોંધાયો.
નરોડા પોલીસ સ્ટેશન: વિદેશી દારૂની બોટલો તથા વેગનઆર કાર સહિત કુલ રૂ.24.93 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રોહીબિશન ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 9 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેમને જેલમાં મોકલવાની કામગીરી પણ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ઈસમો સામે સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી સહિત કાયદેસરની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, દરોડા અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



