Bharuch News: કાવી કાંબોઈ દરિયાકિનારે અનોખી જેલી ફિશ જોવા મળી, લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું

Bharuch News: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પ્રખ્યાત કાવી કાંબોઈ દરિયાકિનારે એક અનોખી જેલી ફિશ જોવા મળતાં સ્થાનિકો અને સહેલાણીઓમાં ભારે કુતૂહલ સર્જાયું છે.
Kunjan Shukal
Kunjan Shukal
Bharuch NewsBharuch News

Bharuch News

Bharuch News: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પ્રખ્યાત કાવી કાંબોઈ દરિયાકિનારે એક અનોખી જેલી ફિશ જોવા મળતાં સ્થાનિકો અને સહેલાણીઓમાં ભારે કુતૂહલ સર્જાયું છે. દરિયાના પાણીમાં જોવા મળેલા આ વિચિત્ર જળચર જીવની રચના અને તેની હિલચાલ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અનોખા જીવનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં તેની પ્રજાતિ અને વિશેષતાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે.

View post on Instagram

લોકોએ આ અનોખા જીવનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો

મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકાના કાવી કાંબોઈ દરિયાકિનારે સ્થાનિકો અને સહેલાણીઓની નજર અચાનક એક અનોખા દરિયાઈ જીવ પર પડી હતી. નજીકથી જોતા તે જેલી ફિશ હોવાનું જણાયું હતું. તેનો પારદર્શક અને જેલી જેવો દેખાતો શરીરનો આકાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અનેક લોકોએ આ અનોખા જીવનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કાવી કાંબોઈ દરિયાકિનારો ધાર્મિક મહત્ત્વ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. જોકે, આ વખતે જેલી ફિશ જોવા મળતાં દરિયાકિનારે એક અલગ જ ચર્ચા શરૂ થઈ છે. લોકોમાં આ જળચર જીવ કઈ પ્રજાતિનો છે અને તે કેટલો જોખમી છે તે જાણવા ઉત્સુકતા જોવા મળી રહી છે.

વન વિભાગ તથા મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા તપાસ કરવા માગ

જેલી ફિશ દરિયામાં વસવાટ કરતો નરમ શરીર ધરાવતો જળચર જીવ છે. તેનું શરીર સામાન્ય રીતે પારદર્શક અને છત્રી આકારનું હોય છે. તેના શરીરના નીચેના ભાગમાં તાંતણા જેવા સ્પર્શકો હોય છે, જેમાં ડંખ મારતા કોષો જોવા મળે છે. આ કોષોની મદદથી તે નાના દરિયાઈ જીવોનો શિકાર કરે છે અને પોતાનું રક્ષણ કરે છે. જેલી ફિશની કેટલીક પ્રજાતિઓનો ડંખ મનુષ્ય માટે પીડાદાયક તો કેટલીક પ્રજાતિઓનો ડંખ જોખમી પણ બની શકે છે. તેથી દરિયાકિનારે આવી જેલી ફિશ જોવા મળે તો તેને હાથ લગાવવો નહીં અને તેનાથી અંતર જાળવવું જરૂરી છે. સ્થાનિકોએ આ જેલી ફિશની પ્રજાતિ અને તેની વિશેષતાઓ અંગે વન વિભાગ તથા મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા તપાસ કરી યોગ્ય માહિતી જાહેર કરવામાં આવે તેવી માગ કરી છે.

આ પણ વાંચો: Bhavnagar Somnath Highway Accident: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણને ગંભીર ઈજા