Bharuch માં ગણેશ આગમન યાત્રા દરમિયાન બેનરમાં ભભૂકી આગ, ફટાકડાથી સર્જાઈ દોડધામ



Bharuch Fire
Bharuch માં ગણેશ આગમન યાત્રા દરમિયાન બેનરમાં ભભૂકી આગ, ફટાકડાથી સર્જાઈ દોડધામ



Bharuch Fire
Bharuch : ગણેશજીની આગમન યાત્રા દરમિયાન ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે શોપિંગ સેન્ટરની છત પર લગાવવામાં આવેલા જાહેરાતના બેનરમાં આગ ભભૂકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ, ગણેશ આગમન યાત્રા પાંચબત્તી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.
યાત્રા દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા હતા. આ દરમિયાન ફટાકડાની ચિંગારી બેનર સુધી પહોંચતા તેમાં અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગે જોતજોતામાં બેનરના એક ભાગને લપેટમાં લઈ લીધો હતો.
સદનસીબે મોટી જાનહાની ટળી
યાત્રા દરમિયાન જ આગ ભભૂકતા આસપાસના લોકો અને યાત્રામાં જોડાયેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક બનેલી ઘટનાને પગલે થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો આગ વધુ ન ફેલાય તે માટે ચિંતિત બન્યા હતા.
ઘટનાની જાણ થતાં જ નગર સેવા સદનની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાયટરો દ્વારા ઝડપથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાય હતી. શોપિંગ સેન્ટરની છત પર લાગેલા બેનરમાં આગ હોવાથી જો આગ વધુ ફેલાઈ હોત તો આસપાસના અન્ય ભાગોને પણ નુકસાન થવાની શક્યતા હતી. જોકે, ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિને સમયસર નિયંત્રણમાં લેવામાં આવી હતી.
ફટાકડા ફોડતા બેનરમાં લાગી આગ
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ગણેશ આગમન યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાથી લોકોમાં થોડા સમય માટે ચિંતા અને ભયનો માહોલ રહ્યો હતો, પરંતુ આગ પર કાબૂ મેળવાયા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી. ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો યાત્રાઓમાં જોડાતા હોય છે અને ફટાકડા પણ ફોડવામાં આવતા હોય છે. આવી સ્થિતિમાં આગની નાની ઘટના પણ ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ બનાવે ફરી એકવાર ગણેશ આગમન અને ધાર્મિક યાત્રાઓ દરમિયાન ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવી છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સમયસર ફાયર ટીમ પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. હવે આવી યાત્રાઓ દરમિયાન સુરક્ષા અને આગ નિવારણ માટે વધુ તકેદારી રાખવી જરૂરી બની છે.
આ પણ વાંચો : Dang થી સુરત સુધી ન્યાયની માગ, આહવા બાર એસોસિએશને હાઈકોર્ટ બેન્ચ માટે ઠરાવ કર્યો

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



