Get News Alerts

Never miss breaking news updates.

Bharuch ના ઇલાવમાં વ્યસનમુક્ત સમાજ માટે જાગૃતિ અભિયાન, ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અપાઈ સમજ

Bharuch જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં નશામુક્તિ અને કાનૂની જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Sep 2026 07:51 AM IST
Bharuch ના ઇલાવમાં વ્યસનમુક્ત સમાજ માટે  જાગૃતિ અભિયાન, ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અપાઈ સમજBharuch ના ઇલાવમાં વ્યસનમુક્ત સમાજ માટે  જાગૃતિ અભિયાન, ગ્રામજનો અને વિદ્યાર્થીઓને અપાઈ સમજ

Bharuch

Bharuch જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા NALSA અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ હેઠળ મેગા કાનૂની જાગૃતિ અભિયાન અંતર્ગત ઇલાવ ગામમાં નશામુક્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યસન સામે જાગૃતિની પહેલ

ઇલાવની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી આ શિબિરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલિન સચિવ પી.પી. મોકાશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આસપાસના ગામોના સરપંચોએ પણ હાજરી આપી હતી.

શિબિર દરમિયાન નશાના કારણે વ્યક્તિના જીવન પર થતી વિવિધ અસરો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને વ્યસનના કારણે થતા શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન વિશે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. નશાની આદત માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને પણ અસર કરી શકે છે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ કરવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી

કાર્યક્રમમાં નશામુક્ત સમાજ અને ખુશાલ પરિવારના નિર્માણ માટે દરેક વ્યક્તિએ વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ કરવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે જ જો કોઈ વ્યક્તિ વ્યસનની સમસ્યાથી પીડિત હોય તો તેને દૂર કરવાની દિશામાં મદદ અને પ્રેરણા આપવા માટે સમાજના દરેક વર્ગને આગળ આવવા અપીલ કરાઈ હતી. મેગા કાનૂની જાગૃતિ અભિયાન અંતર્ગત માત્ર નશામુક્તિ જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોના લોકોને તેમના કાનૂની અધિકારો અને ઉપલબ્ધ કાનૂની સેવાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

લોક અદાલત, કાનૂની સલાહ, બંધારણીય અધિકારો અને વિવિધ કાનૂની યોજનાઓ અંગે પણ કાર્યક્રમમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે, પ્રયાસ ફાઉન્ડેશનના આશિષ બારોટ, ઇલાવના સરપંચ નિશા રાઠોડ, તલાટી નિલેશ પરમાર, શાળાના આચાર્ય દીપક સોલંકી સહિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવમાં યોજાયેલી આ શિબિરે ગામડાઓમાં નશામુક્તિ અને કાનૂની જાગૃતિને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે. વ્યસનમુક્ત યુવા, સ્વસ્થ પરિવાર અને જાગૃત સમાજના નિર્માણ માટે આવા જાગૃતિ કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો : Junagadh : ભાદરવી અમાસે દામોદર કુંડ ખાતે મોક્ષ પીપળાનું વિશેષ મહત્વ, વહેલી સવારે હજારો ભક્તોની ભીડ ઉમટી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.