Get News Alerts

Never miss breaking news updates.

Bharuch : SMCની મોટી કાર્યવાહી, રૂપિયા 45.49 લાખનો દારૂ ઝડપાયો

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર 48 પર નોબલ
Kunjan ShuklaUpdated on: 11 Oct 2026 02:57 PM IST
Bharuch : SMCની મોટી કાર્યવાહી, રૂપિયા 45.49 લાખનો દારૂ ઝડપાયોBharuch : SMCની મોટી કાર્યવાહી, રૂપિયા 45.49 લાખનો દારૂ ઝડપાયો

Bharuch

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે નંબર 48 પર નોબલ માર્કેટ સામે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે 396 પેટીઓ ઝડપી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 11,111 બોટલો મળી આવી હતી.

રૂપિયા 1.25 કરોડનો મુદ્દામાલ કબજે

SMCના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એચ. રાઠોડની ટીમે હાથ ધરેલી આ કાર્યવાહીમાં દારૂના જથ્થાની કિંમત રૂ. 45,49,117 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત એક વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1,25,99,117નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાઈવે પર થયેલી આ મોટી કાર્યવાહીથી દારૂની ગેરકાયદે હેરાફેરી સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

પાંચ આરોપીઓ વોન્ટેડ જાહેર

આ કેસમાં પોલીસે કુલ પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં વડોદરાના હિંમાંશુ નારાયણદાસ ચંદાણી, હરિયાણાના બાવલા, તાલુકો થુરુના શકુન રમજાનખાન, અશોક સુરેન્દ્રસિંહ, મણી નામના ક્લીનર તથા દારૂ ભરેલી ટ્રકના માલિકનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SMCની આ કાર્યવાહીથી ભરૂચ જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી પર અંકુશ લાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે. હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો તપાસ દરમિયાન સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Bharuch : રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલકના રૂમમાંથી 96 ગ્રામ અફીણ ઝડપાયું

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.