Get News Alerts

Never miss breaking news updates.

Bharuch : રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલકના રૂમમાંથી 96 ગ્રામ અફીણ ઝડપાયું

Bharuch : ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલકના રૂમમાંથી ભરૂચ એસઓજી ટીમે 96 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે.
Kunjan ShuklaUpdated on: 11 Oct 2026 02:41 PM IST
Bharuch : રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલકના રૂમમાંથી 96 ગ્રામ અફીણ ઝડપાયુંBharuch : રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલકના રૂમમાંથી 96 ગ્રામ અફીણ ઝડપાયું

Bharuch

Bharuch : ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી રજવાડી ચાની ફ્રેન્ચાઈઝીના સંચાલકના રૂમમાંથી ભરૂચ એસઓજી ટીમે 96 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોહમદી કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનના સંચાલક નરેશ તાજેંગ પાટીદારના ઉપરના રૂમમાંથી રૂપિયા 48,000ની કિંમતનું અફીણ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 58,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે નરેશ પાટીદારની સ્થળ પરથી ધરપકડ કરી

ચોક્કસ બાતમીના આધારે એસઓજીના પીઆઈ એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ ટીમે ચાની દુકાનની ઉપર આવેલા રૂમમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અફીણનો જથ્થો મળી આવતાં પોલીસે નરેશ પાટીદારની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અફીણ પોતાના અંગત સેવન માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું.

શહેરમાં 'અફીણવાળી ચા' વેચાતી હોવાની અફવાઓ ફેલાઈ

જોકે, અફીણનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ શહેરમાં ‘અફીણવાળી ચા’ વેચાતી હોવાની અફવાઓ ફેલાઈ હતી. જોકે, એસઓજી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે અફીણનો જથ્થો ચાની દુકાનમાંથી નહીં, પરંતુ દુકાનના સંચાલકના રહેણાંક રૂમમાંથી મળી આવ્યો હતો.

આ પણ વાંચો : Ambaji Mohanthal Prasad GI Tag : બનાસકાંઠાના અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને મળ્યો ઐતિહાસિક GI ટેગ, રાષ્ટ્રીય સ્તરે મળી વિશિષ્ટ ઓળખ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.