શરમજનક! ભરૂચમાં ચાલુ રિક્ષામાં વિદ્યાર્થીની સાથે છેડતીનો આરોપ, 75 વર્ષીય વૃદ્ધ સામે પોક્સો હેઠળ ગુનો


Bharuch Student Harassment Case
શરમજનક! ભરૂચમાં ચાલુ રિક્ષામાં વિદ્યાર્થીની સાથે છેડતીનો આરોપ, 75 વર્ષીય વૃદ્ધ સામે પોક્સો હેઠળ ગુનો


Bharuch Student Harassment Case
Bharuch Student Harassment Case: ભરૂચ જિલ્લામાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને લઈને ચિંતા ઉપજાવતી ઘટના સામે આવી છે. ભરૂચની કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી રિક્ષામાં અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલી વિદ્યાર્થીની સાથે એક 75 વર્ષીય વૃદ્ધે ચાલુ રિક્ષામાં છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષામાં ઓળખાણના બહાને વાતચીત શરૂ કરી
પોલીસ ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની ભરૂચથી રિક્ષામાં અંકલેશ્વર પરત ફરી રહી હતી. દરમિયાન રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા અંકલેશ્વરના જિતાલી ગામના અને ONGCના નિવૃત્ત કર્મચારી સાલેહ મહંમદ ગુલામ મહંમદ મન્સૂરી, ઉંમર 75 વર્ષ, દ્વારા વિદ્યાર્થીની સાથે વાતચીત શરૂ કરવામાં આવી હતી. આરોપીએ ઓળખાણ હોવાનું કહી વાતચીત કર્યા બાદ વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ તેને રૂપિયા 500ની લાલચ આપવાનો પણ આરોપ છે.
ઘરે પહોંચ્યા બાદ વિદ્યાર્થીની રડી પડી
આ ઘટનાથી ગભરાયેલી વિદ્યાર્થીનીએ પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો. ઘરે પહોંચ્યા બાદ તે ખૂબ જ ગભરાયેલી હાલતમાં રડતી હોવાનું પરિવારજનોના ધ્યાનમાં આવ્યું હતું. પરિવારજનોએ પૂછપરછ કરતાં વિદ્યાર્થીનીએ રિક્ષામાં બનેલી સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ પરિવારજનો તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી
પીડિતાના પિતાની ફરિયાદના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે આરોપી સાલેહ મહંમદ મન્સૂરી વિરુદ્ધ છેડતી તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ઘટના અંગેના અન્ય પાસાઓ તેમજ રિક્ષામાં હાજર રહેલા લોકો અને ઘટનાક્રમ અંગેની વિગતો પણ તપાસવામાં આવી રહી છે.
તપાસ બાદ વધુ વિગતો સામે આવશે
હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે. પોલીસે કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




