Get News Alerts

Never miss breaking news updates.

Kavad Yatra: ભરૂચમાં પ્રથમ વખત ‘સમરસ કળશ કાવડ યાત્રા’, નર્મદા જળ સાથે ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

Kavad Yatra: શ્રાવણ માસના પવિત્ર અવસર પર ભરૂચ જિલ્લામાં સામાજિક સમરસતા, ધાર્મિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી ઐતિહાસિક ‘સમરસ કળશ કાવડ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Aug 2026 07:48 PM IST
Kavad Yatra: ભરૂચમાં પ્રથમ વખત ‘સમરસ કળશ કાવડ યાત્રા’, નર્મદા જળ સાથે ગુંજ્યો હર હર મહાદેવનો નાદKavad Yatra: ભરૂચમાં પ્રથમ વખત ‘સમરસ કળશ કાવડ યાત્રા’, નર્મદા જળ સાથે ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

Kavad Yatra

Kavad Yatra: શ્રાવણ માસના પવિત્ર અવસર પર ભરૂચ જિલ્લામાં સામાજિક સમરસતા, ધાર્મિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી ઐતિહાસિક ‘સમરસ કળશ કાવડ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં પ્રથમ વખત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો-મહંતો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા.

નર્મદા જળ સાથે યાત્રાનો પ્રારંભ

પવિત્ર નર્મદા નદીના જળ સાથે કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓએ કળશમાં નર્મદાજળ ભરી ભગવાન શિવના જળાભિષેક માટે યાત્રા શરૂ કરી હતી.

સ્તંભેશ્વર મહાદેવમાં થશે જળાભિષેક

આ કાવડ યાત્રા જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે. અહીં શ્રદ્ધાળુઓ દ્વારા નર્મદાના પવિત્ર જળથી ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવશે.

સંતો-મહંતો અને અગ્રણીઓ જોડાયા

યાત્રામાં રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા સહિત સંતો-મહંતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ દેવાચાર્ય મહારાજ, પ્રદેશ અધ્યક્ષ દિલીપદાસજી મહારાજ અને દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.

વિવિધ સંસ્થાઓનો સંયુક્ત પ્રયાસ

આ ઐતિહાસિક યાત્રાનું આયોજન અખિલ ભારતીય સંત સમિતિ, હિન્દુ ધર્મસેના (ભરૂચ જિલ્લા), સશક્ત ફાઉન્ડેશન તથા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

ભક્તિ સાથે સમરસતાનો સંદેશ

કાવડ યાત્રા દરમિયાન ભક્તિભાવ સાથે સામાજિક એકતા અને સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, વિવિધ વર્ગના લોકો એક સાથે જોડાય અને સમાજમાં ધાર્મિક સૌહાર્દ તથા ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજકોની મહેનત

યાત્રાને સફળ બનાવવા હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ આર. વાંસિયા, શહેર પ્રમુખ રાહુલ વસાવા સહિત સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ મહત્વની કામગીરી કરી હતી.

શ્રાવણ માસમાં નર્મદા જળ સાથે યોજાયેલી આ કાવડ યાત્રાએ ભરૂચ જિલ્લામાં ધાર્મિક આસ્થા સાથે ‘એકતા અને સમરસતા’નો સંદેશ પણ પ્રસરાવ્યો હતો.

આ પણ વાંચો : Bharuch: Blinkit સ્ટોર પર FDAનું સરપ્રાઈઝ ચેકિંગ, સડી ગયેલા શાકભાજી મળ્યાનો આક્ષેપ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.