Get News Alerts

Never miss breaking news updates.

Surat: તાપી નદીમાં મગર દેખાતા તંત્ર એલર્ટ, કોઝવે નજીક વન વિભાગે રેસ્ક્યુ ટીમ તૈનાત કરી

Surat: સુરતની તાપી નદીમાં મગર દેખાવાની ચર્ચા બાદ તંત્ર અને વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયા છે. કોઝવે નજીક મગર જોવા મળ્યો હોવાની માહિતી સામે આવતા વન વિભાગ દ્વારા મગરની
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Aug 2026 05:51 PM IST
Surat: તાપી નદીમાં મગર દેખાતા તંત્ર એલર્ટ, કોઝવે નજીક વન વિભાગે રેસ્ક્યુ ટીમ તૈનાત કરીSurat: તાપી નદીમાં મગર દેખાતા તંત્ર એલર્ટ, કોઝવે નજીક વન વિભાગે રેસ્ક્યુ ટીમ તૈનાત કરી

Surat

Surat: સુરતની તાપી નદીમાં મગર દેખાવાની ચર્ચા બાદ તંત્ર અને વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયા છે. કોઝવે નજીક મગર જોવા મળ્યો હોવાની માહિતી સામે આવતા વન વિભાગ દ્વારા મગરની હિલચાલ પર નજર રાખવા તેમજ જરૂર પડે ત્યારે તાત્કાલિક રેસ્ક્યુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

મગરની હાજરીને લઈને તંત્ર સતર્ક

તાપી નદીના કોઝવે નજીક મગર જોવા મળ્યો હોવાની ચર્ચા બાદ વન વિભાગે સમગ્ર મામલે તકેદારી વધારી છે. નદી આસપાસના વિસ્તારોમાં મગરની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

સ્પેશિયલ રેસ્ક્યુ કિટ તૈયાર:

મગરને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગ દ્વારા ખાસ રેસ્ક્યુ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં કેચ પોલ, ટ્રેપ કેજ, મજબૂત નેટ અને PPE કિટ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.

ક્વિક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડબાય:

મગર ફરી જોવા મળે અથવા તેની હિલચાલની ચોક્કસ માહિતી મળે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે માટે સ્પેશિયલ ક્વિક રિસ્પોન્સ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ગયા મહિને જાળમાં ફસાયો હતો મગર

તાપી નદીમાં મગરની હાજરી અંગે અગાઉ પણ સંકેત મળ્યા હતા. ગયા મહિને માછીમારની જાળમાં મગર ફસાયા બાદ નદીમાં મગર હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ હવે ફરી મગર દેખાવાની ચર્ચા થતાં વન વિભાગે વધુ સાવચેતી દાખવી છે.

નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ

તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા લોકો, માછીમારો અને સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નદીમાં ઊંડે સુધી ન જવા અને મગર જોવા મળે ત્યારે તેની નજીક ન જવા સૂચના આપવામાં આવી છે.

મગર દેખાય તો જાતે પકડવાનો પ્રયાસ ન કરવો:

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે મગર દેખાય તો તેને પકડવાનો કે તેની નજીક જવાનો પ્રયાસ ન કરવો. તેના બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરી ચોક્કસ લોકેશન આપવું. જેથી રેસ્ક્યુ ટીમ સુરક્ષિત રીતે સ્થળ પર પહોંચી શકે.

હાલ તાપી નદી વિસ્તારમાં મગરની હિલચાલને લઈને તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Vaibhav Suryavanshi: 15 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ, દલીપ ટ્રોફી સેમિફાઇનલમાં સંભાળી ટીમની કમાન

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.