Get News Alerts

Never miss breaking news updates.

Bharuch : કિમ નદીના 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂ, રૂપિયા 3.5 કરોડના ખર્ચે 9 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

Bharuch : અંકલેશ્વર-હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી વાંક નજીક કિમ નદી પર આવેલા આશરે 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.
Kunjan ShuklaUpdated on: 04 Oct 2026 09:52 PM IST
Bharuch : કિમ નદીના 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂ, રૂપિયા 3.5 કરોડના ખર્ચે 9 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંકBharuch : કિમ નદીના 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂ, રૂપિયા 3.5 કરોડના ખર્ચે 9 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

Bharuch

Bharuch : અંકલેશ્વર-હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી વાંક નજીક કિમ નદી પર આવેલા આશરે 70 વર્ષ જૂના બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. બ્રિજની જર્જરિત સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અંદાજે રૂ. 3.5 કરોડના ખર્ચે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી 9 મહિનામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

લોડ ટેસ્ટિંગ દરમિયાન બ્રિજની સ્થિતિ જર્જરિત હોવાનું સામે આવ્યું હતું

મહત્વનું છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં વિવિધ બ્રિજોની સુરક્ષા અને મજબૂતાઈની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસના ભાગરૂપે કિમ નદી પર આવેલા જૂના બ્રિજનું પણ લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. લોડ ટેસ્ટિંગ દરમિયાન બ્રિજની સ્થિતિ જર્જરિત હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે સંબંધિત તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં બ્રિજ પર સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી દરમિયાન બ્રિજની સલામતી જળવાઈ રહે તે માટે તેના પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

જોકે, આશ્ચર્યની વાત એ છે કે પ્રતિબંધ હોવા છતાં કેટલાક ભારે વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોવાની સ્થિતિ સામે આવી રહી છે. આ બાબતને લઈને બ્રિજની સુરક્ષા અને સમારકામની કામગીરીને નુકસાન થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ભારે વાહનોની અવરજવર ચાલુ રહેશે તો બ્રિજ પર વધારાનું ભારણ આવી શકે છે અને સમારકામની કામગીરી પણ પ્રભાવિત થઈ શકે છે. સ્થાનિક સ્તરે તંત્ર સમક્ષ માગ કરવામાં આવી રહી છે કે ભારે વાહનો માટેના પ્રતિબંધનો કડક અમલ કરાવવામાં આવે અને વાહનોને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવે. સાથે જ સમારકામની કામગીરી ગુણવત્તા સાથે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Aravalli : મોડાસામાં નગરપાલિકાની સરકારી ગાડીનો રાજકીય કામ માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.