Get News Alerts

Never miss breaking news updates.

Aravalli : મોડાસામાં નગરપાલિકાની સરકારી ગાડીનો રાજકીય કામ માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ

Aravalli : અરવલ્લી જિલ્લાના મોડાસામાં નગરપાલિકાની સરકારી ગાડીનો કથિત રીતે રાજકીય હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.
Kunjan ShuklaUpdated on: 04 Oct 2026 08:54 PM IST
Aravalli : મોડાસામાં નગરપાલિકાની સરકારી ગાડીનો રાજકીય કામ માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપAravalli : મોડાસામાં નગરપાલિકાની સરકારી ગાડીનો રાજકીય કામ માટે ઉપયોગ થતો હોવાનો આક્ષેપ

Aravalli

Aravalli : અરવલ્લી જિલ્લાના મોડાસામાં નગરપાલિકાની સરકારી ગાડીનો કથિત રીતે રાજકીય હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં નગરપાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ ભાજપના ઝંડા લગાવવાની કામગીરી માટે થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરોએ સવાલો ઉઠાવ્યા છે.

સરકારી ગાડીનો ઉપયોગ રાજકીય પક્ષના કાર્યક્રમ કે પ્રચાર માટે કેવી રીતે થઈ શકે?

મળતી માહિતી અનુસાર, ભાજપની યાત્રા યોજાવાની હોવાથી તેના આગમન પહેલાં શહેરમાં વિવિધ સ્થળોએ ભાજપના ઝંડા લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન નગરપાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ ઝંડા લગાવવા માટે કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગાડી સાથે ભાજપના ઝંડા લગાવવાની કામગીરી થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકરોએ આ મામલે સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ રાજકીય પક્ષના કાર્યક્રમ કે પ્રચાર માટે કેવી રીતે થઈ શકે? વધુમાં, નગરપાલિકાના પ્રમુખ દ્વારા જ ગાડીનો ઉપયોગ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

વીડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો

આ ઘટનાને લઈને સરકારી વાહનોના ઉપયોગ અને તેની જવાબદારી અંગે ચર્ચા શરૂ થઈ છે. નગરપાલિકાની ગાડી પ્રજાના નાણાંમાંથી ચાલે છે, ત્યારે તેનો ઉપયોગ જાહેર હિતના કામો માટે થવો જોઈએ કે રાજકીય પક્ષના કાર્યક્રમ માટે, તેવો સવાલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ મામલે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. જોકે, વાયરલ વીડિયોની સત્યતા અને તેમાં કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. નગરપાલિકા તંત્ર કે સંબંધિત જવાબદાર અધિકારીઓ તરફથી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવે છે કે કેમ તેના પર સૌની નજર છે. જો કે વાયરલ થયેલા વીડિયોની પુષ્ટિ અમે કરતા નથી.

આ પણ વાંચો : સુરતના ડીંડોલી છઠ પૂજા તળાવમાં દોઢ મહિના પહેલાંથી બુકિંગ શરૂ, લોકોએ નામ લખી જગ્યા રોકી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.